નવી દિલ્હીઃ બીએસએફના ડીજી રાકેશ આસ્થાનાને દિલ્હી પોલિસ કમિશનર બનાવવામાં આવ્યા છે. ગુજરાત કેડરના 1984ની બેન્ચના આઇપીએસ અધિકારી રાકેશ આસ્થાનાને નિવૃત્તિના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલિસ કમિશ્નરના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ હાલમાં બીએસએફના ડીજી તરીકે ફરજ બજાવે છે.
મોદી સરકારે ગુજરાતના વધુ એક IPS અધિકારીને કેન્દ્રમાં ટોચનો સ્થાન આપ્યો છે. ગુજરાત કેડરના 1984 બેંચના IPS રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર તરીકેનો વધારાનો હવાલો સંભાળશે. તેઓ હાલમાં બીએસએફના ડીજી તરીકે ફરજ બજાવે છે.
ગુજરાત કેડરના વિવાદાસ્પદ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દેશની સરહદ પર સુરક્ષા કરનારી સૌથી મોટી ફોર્સ BSFના મહાનિર્દેશક તરીકે 18, ઓગસ્ટ 2020માં નિમણૂંક કરી હતી. તેઓ હાલમાં બ્યુરો ઓફ સિવિલ એવિએશન એન્ડ સિક્યોરિટી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પ્રમુખ પદ પર ફરજ બજાવતા હતા.