મુંબઇઃ કોરોન સંકટ વચ્ચે પણ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી અને રોકાણકારોને જંગી રિટર્ન મળ્યુ છે. આ તેજીનો લાભ ઉઠાવવા માટે કંપનીઓ હવે આઇપીઓ લાવી રહી છે. આઇપીઓના રોકાણકારોને મોટી કમાણી થઇ છે. હવે આગામી ઓગસ્ટ મહિનામાં પણ ભારતીય શેરબજારમાં મોટી સંખ્યામાં નવા આઇપીઓ આવી રહ્યા છે જેમાં રોકાણકારોને કમાણી કરવાની તક મળશે.
આગામી મહિને 16 ઓગસ્ટ સુધી 9 કંપનીઓ 16,000 કરોડ રૂપિયાના આઇપીઓ લઇને આવી રહી છે. આ આઇપીઓમાં રોકાણ કરીને રોકાણકારોને કમાણી કરવાનો મોકો મળશે.
રોલેક્સ રિંગ્સનો આઈપીઓ 28 જુલાઈએ ખુલ્યો છે. આ કંપની 731 કરોડ રૂપિયા ઉભા કરશે. ઓગસ્ટમાં પહેલા ઈશ્યૂ તરીકે 3 કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશ કરી રહી છે. 4 ઓગસ્ટે દિવ્યાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ અને વિન્ડ ગ્લાસ બાયો આઈપીઓ લોન્ચ કરશે. જ્યારે વિન્ડ ગ્લાસ રૂ. 700 કરોડ એકત્ર કરશે, જ્યારે દિવ્યાની ઇન્ટરનેશનલ 1,400 કરોડ એકત્ર કરશે. કારટ્રેડ રૂ .2000 કરોડ માટે બજારમાં આવી રહી છે. દિવ્યાની ઇન્ટરનેશનલ ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (ક્યૂએસઆર) સેગમેન્ટની કંપની છે. તેની પાસે ભારતમાં પિઝા હટ, કેએફસી અને કોસ્ટા કોફી જેવી ફ્રેન્ચાઇઝીઓ છે. તે ઇશ્યૂમાં નવા શેર દ્વારા રૂ. 400 કરોડ એકત્ર કરશે. બાકીની રકમ ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા એકત્ર કરવામાં આવશે. કારટ્રેડ ઓનલાઇન ઓટો ક્લાસિફાઇડ સેગમેન્ટમાં કામ કરે છે. 3,500 કરોડની ઓફિસ અને નોવોકોમાં રૂ 1500 કરોડના નવા શેરો ઇશ્યૂ જારી કરશે.
તો નિરમા ગ્રુપનો નોવોકો માર્કેટમાંથી 5000 કરોડ એકત્ર કરશે. તેનો આઈપીઓ 9 ઓગસ્ટે ખુલી શકે છે. એપ્ટસ વેલ્યુ એન્ડ હાઉસિંગ પણ 9 ઓગસ્ટે 3,000 કરોડ રૂપિયા માટે બજારમાં પ્રવેશ કરી શકે છે. સેબી દ્વારા સોમવારે અપ્ટસને ઇશ્યૂ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. નોવોકો સિમેન્ટના બિઝનેસમાં છે. કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ 11 ઓગસ્ટના રોજ માર્કેટમાં 1,200 કરોડમાં ઉતરવાની તૈયારી કરી રહી છે, જ્યારે અરોહન ફાઇનાન્સિયલ 16 ઓગસ્ટે 1,600 કરોડનો આઈપીઓ લાવશે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી 4 કંપનીઓએ 12,385 કરોડ રૂપિયા બજારથી એકઠા કરશે. 1,513 કરોડ રૂપિયાનો ગ્લેનમાર્કનો ઈશ્યૂ મંગળવારે ખુલે છે અને તે ગુરૂવારે બંધ થશે. જ્યારે રોલેક્સનો બુધવારે ખુલશે અને શુક્રવારે બંધ થશે. આ કંપની 731 કરોડ મેળવશે. એટલે કે જુલાઈ મહિનામાં 6 ઈશ્યૂ દ્વારા 16,629 કરોડ રૂપિયા એકઠા કરશે. બાબા રામદેવની રૂચિ સોયા 4,300 કરોડ રૂપિયા FPOથી મેળવશે.