નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનો કહેર ફરી વધતો દેખાઇ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સાથે દેશમાં કોવિડ-19નો દૈનિક મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા વિતેલ 24 કલાકમાં કોરોના સંક્રમણ સંબંધિત આંકડાઓ જારી કરવામાં આવ્યા છે જે ચિંતાજનક છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ 28 જુલાઇના રોજ સમાપ્ત થયેલા 24 કલાક દરમિયાન દેશમાં
43,509 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ દરમિયાન 38,465 લોકો સારવાર બાદ કોરોના મુક્ત થયા છે. હાલ દેશમાં કોરોના એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળ રહેલા લોકોની સંખ્યા કૂલ 4,03,840 છે. નોંધનિય છે કે, ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 97.38 ટકા સુધી પહોંચી ગયો છે.
તો છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમિત 640 લોકોના મોત થયા છે. બીજી બાજુ દેશભરમાં 43,92,697 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. આમ ત્યાર સુધી દેશમાં કૂલ વેક્સીનેશન 45,07,06,257 ડોઝનું થયુ છે.
નોંધનિય છે કે, દેશમાં કોરોનાની બીજી લહેરમાં કરોડો લોકો વાયરસના ભરડામાં આવ્યા છે અને લાખો લોકોના મોત થયા છે. ભારતમા કોરોના મહામારી બીજી લહેર બાદ વૈજ્ઞાનિકો ત્રીજી લહેર આવવાની ચેતવણી આપી રહ્યા છે.