મુંબઇઃ સામાન્યથી લઇને હાલ વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કો પણ સોનાની ખરીદે છે અને જરૂર પડે ત્યારે ગિરવી મૂકી ઉછીના નાણાં લઇ શકે છે. ભારતની મધ્યસ્થ બેન્ક RBI પાસે પણ જંગી સોનું પડેલુ છે. ચાલો જાણીયે વિગતવાર…
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારીનો હવાલો આપતા પંકજ ચૌધરીએ જણાવ્યુ હતું કે, 200-2001માં કુલ ગોલ્ડ રિઝર્વે 2725 મિલિયન ડોલર હતું. જે 2013-14માં વધીને 21,567 મિલિયન ડોલર થઈ ગયુ છે. 2014-1થી લઈને 2019-20 સુધી કુલ ગોલ્ડ રિઝર્વ 33,880 મિલિયન ડોલર પર પહોંચ્યુ છે. આ પ્રકારે 20 વર્ષમાં ભારતનું ગોલ્ડ રિઝર્વ 12 ગણુ વધ્યુ છે.
કેન્દ્ર સરાકર ફોરેન એક્સચેંજ રિઝર્વ તરીકે ગોલ્ડ રિઝર્વ રાખી છે. ગોલ્ડ રિઝર્વની દેખરેખ અને જાળવણીની જવાબદારી આરબીઆઈની હોય છે. સંકટની સ્થિતીમાં સેફ્ટી અને લિક્વિડિટીના હિસાબે આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ રાખે છે. ફક્ત પાંચ દેશો જ એવા છે, જ્યાં ભારત કરતા વધારે ગોલ્ડ રિઝર્વ છે. ફોરેન એક્સચેંજ રિઝર્વ તરીકે આરબીઆઈ ગોલ્ડ રિઝર્વ રાખે છે. તેનાથી સેફ્ટી અને લિક્વિડિટી પણ મળે છે. સૌથી વધારે ગોલ્ડ રિઝર્વ રાખવાની બાબતમાં ભારતથી આગળ અમેરિકા, જર્મની, ફ્રાંસ અને સ્વિટ્ઝરલેન્ડ છે. આ દેશો ઉપરાંત ચીન પાસે ભારતથી વધારે ગોલ્ડ રિઝર્વ છે.
આપને જણાવી દઈએ કે, ભારત ઉપરાંત અન્ય કેટલાય દેશો છે, જેમનું ગોલ્ડ રિઝર્વ વધી રહ્યુ છે. હકીકતમાં જોઈએ તો, મોટા ભાગના વિકાસશીલ દેશો પોતાનું ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે. જેથી અમેરિકી ડોલરના કારણે આવી પડેલા જોખમને ઓછુ કરી શકાય. પણ ભારત દ્વારા વધું વધુ ગોલ્ડ રિઝર્વ રાખવાની એક મર્યાદા નક્કી કરેલી છે.