મુંબઇઃ જો તમે શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને તમારું ડીમેટ કે ટ્રેડિંગ એકાઉન્ટ છે તો મારા માટે મોટા સમાચાર છે. કારણ કે જો તમે આ કામગીરી પૂરી ન કરી તો તમારું એકાઉન્ટ ડિએક્ટિવ થઇ જશે.
ડિપોઝિટરીઝ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરીઝ સર્વિસિસ લિમિટેડ તરફથી 7 એપ્રિલ અને 5 એપ્રિલ 2021ના પરિપત્રમાં જણાવ્યુ હતુ કે એકાઉન્ટર હોલ્ડર્સની માટે 6 કેવાયસી માહિતીઓ આપવાની છે. આ માહિતીઓમાં – નામ, સરનામું, પાનકાર્ડ નંબર, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇડી અને આવકની રેન્જ.
બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે જો ગ્રાહક પોતાના ડીમેટ એકાઉન્ટને બંધ થતુ રોકવા માગતા હોય તો 31 જુલાઇ સુધીમાં કેવાયસી અપડેટ કરાવી લે.
છ પ્રકારની માહિતી: ઉલ્લેખનીય છે કે CDSL અને NDSL એ એપ્રિલ, 2021 માં જ પરિપત્ર બહાર પાડતા કહ્યું હતું કે ગ્રાહકોએ 31 જુલાઈ સુધીમાં તેમના ડીમેટ ખાતા અપડેટ કરવા પડશે. આ મુજબ, ગ્રાહકોએ તેમની છ પ્રકારની માહિતી – નામ, સરનામું, પરમેનેંટ એકાઉન્ટ નંબર (પેન), માન્ય મોબાઇલ નંબર, માન્ય ઇ-મેઇલ આઈડી અને આવકની રેન્જ એટલે કે કેટલી આવક છે અપડેટ કરવાની રહેશે.
નિયમો અનુસાર 1 જૂન, 2021 પછી ખોલવામાં આવતા તમામ ડીમેટ ખાતાઓમાં આ તમામ 6 માહિતી આપવી જરૂરી છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોનો પાન નંબર તેમના આધાર નંબર સાથે લિંક હોવા જોઈએ