1લી ઓગસ્ટ, 2021થી કેટલાંક ફેરફારો થશે તેમારા આર્થિક વ્યવહારોને સીધી રીતે અસર કરે છે. જેમાં બેન્કિંગ સુવિધા, એટીએમમાંથી રોકડ ઉપાડ, રાંધણગેસની કિંમતો વગેરે બાબતો શામેલ છે.
ATMમાંથી રોકડ ઉપાડ પર ચાર્જ વધશે
હવે એટીએમમાંથી નાણાં ઉપાડવા પર તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. રિઝર્વ બેન્કે 1 ઓગસ્ટથી નાણાકીય લેવડદેવડ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ઇન્ટરચેન્જ ચાર્જ 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા અને તમામ સેન્ટરોમાં નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે આ ચાર્જ 5 રૂપિયાથી વધારીને છ રૂપિયા કરવાની મંજૂરી આપી છે. ઉપરાંત બેન્કો દ્વારા પોતાના સ્તરે પણ એટીએમ યુઝર્સ પાસેથી વધારે ચાર્જ વસૂલવાનું નક્કી કર્યુ છે.
રાંધણગેસના સિલિન્ડરની કિંમત બદલાશે
દેશમાં દર મહિને 1 અને 15 તારીખે રાંધણગેસની કિંમત બદલાય છે. આવતીકાલે 1લી ઓગસ્ટે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થસે. હાલ ભારતમાં 14.2 કિગ્રાના સબસિડી વગરના રાંધણગેસના સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા છે. તો 19 કિગ્રાના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1550 રૂપિયા છે.
રજાના દિવસે પણ ખાતામાં પગાર જમા થશે, લોનનો હપ્તો કપાઇ જશે
1લી ઓગસ્ટતી હવે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ તમા દિવસો ઉપલબ્ધ થશે. જેની ઘોષણા રિઝર્વ બેન્કે કરી છે. આ સર્વિસથી હવે શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર રજાના દિવસે પણ તમારા ખાતામાં પગાર અને પેન્શન જમા થઇ શકશે ઉપરાંત લોનના ઇએમઆઇ અને વીમાનું પ્રીમિયમ પણ કપાઇ જશે.
IPPB ની બેન્કિંગ સુવિધા પર લાગશે ચાર્જ
ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્કની ડોર સ્ટેપ બેન્કિંગસુવિધાનો લાભ મેળવવા માટે તમારે હવે ચાર્જ ચૂકવવો પડશે. હવે પ્રત્યેક ડોર સ્ટેપ સુવિધા માટે ગ્રાહકે જીએસટી ઉપરાંત 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ આ સર્વિસ ફ્રી હતી.
ICICI બેન્કની સુવિધા થઇ મોંઘી
આ બેન્કે પોતાના ગ્રાહકો માટે રોકડ ટ્રાન્ઝેક્સન, એટીએમ ઇન્ટરચેન્જ અને ચેકબુક ચાર્જ વધાર્યા છે. હવે આ બેન્કના ગ્રાહકો મહિના માત્ર ચાર જ વખત ફ્રીમાં રોકડ ટ્રાન્ઝેક્સન કરી શકશે. ત્યારબાદ પ્રત્યેક રોકડ જમા કે ઉપાડ કરવા પર દરેક વખત 150 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.