હાલ જાપાનમાં ઓલમ્પિક ગેમ્સ ચાલી રહી છે અને ત્યાં પણ કોરોના મહામારીના કેસો વધતા સ્થાનિક સરકારે કેટલાંક શહેરોમાં 31 ઓગસ્ટ સુધી કડક ઇમર્જન્સીની ઘોષણા કરી દીધી છે. જેથી આ જીવલેણ મહામારી ફેલાતી રોકી શકાય. જાપાનની સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ જાપાનની રાજધાની ટોક્ટો, સૈતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવામાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. આ રાજ્યો ઉપરાંત હોક્કાઇડો, ઇશિકાવા, ક્યોટો, હ્યોગો અને ફુકુઓકા પ્રાંતમાં પણ મહામારી ફેલાતી રોકવા માટે બચાવના ઉપાયો પ્રાથમિકતા સાથે લાગુ કરવામાં આવશે.
જાપાનના વડાપ્રધાનના કાર્યાલય દ્વારા કરાયેલા ટ્વિટમાં જણાવ્યુ છે કે, જાપાનની સરકારે ટોક્ટો, સેતામા, ચિબા, કાનાગાવા, ઓસાકા અને ઓકિનાવામાં 31 ઓગસ્ટ સુધી ઇમર્જન્સીની સ્થિતિ લાગુ કરી છે.
જાપાની સરકારે લોકોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જાપાન સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે લોકો બીન જરૂરી ઘરથી બહાર નીકળવાથી બચે. બિનજરૂરી પ્રવાસ ન કરો. આ સાથે જ જાપાન સરકારે લોકોને અપિલ કરી છે લોકો ગરમીની રજાઓમાં પોતાના ગૃહરાજ્યમાં ન જાઓ. જે જ્યાં છે ત્યાં જ રોકાય. તમને જણાવી દીએ કે આખી દુનિયામાં એકવાર ફરીથી કોરોનો સંક્રમણનો ગ્રાફ ખૂબજ ઝડપી વધી રહ્યો છે. કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટ જાપાનમાં પણ ફેલાઈ ચૂક્યો છે. તમને જણાવી દીએ કે ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો. અને હવે દુનિયાના 132 દેશોમાં ડેલ્ટા વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે. જેને લઈને ડબલ્યૂએચઓએ ચેતવણી જારી કરી દીધી છે.