મુંબઇઃ કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા વિશેષ ડિલાઇટ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે જે કેશબેક કાર્ડ છે. ડિલાઇટ પ્લેટિનમ કાર્ડ એક કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ છે. એટલે કે તેને પીઓએસ મશીનન નજીક લઇ જઇ વેક કરવાથી કે ટેપ કરવાથી પેમેન્ટ થઇ જાય છે. પીન નાંખવાની જરૂર પડતી નથી. કોન્ટોક્ટલેસ કાર્ડથી પીન નંબર નાંખ્યા વગર 5000 રૂપિયા સુધીનું પેમેન્ટ થઇ જાય છે. આ ક્રેડિટ કાર્ડ પર એડ ઓન ક્રેડિટ કાર્ડની પણ સુવિધ છે.
દર મહિને ડાઇનિંગ અને મૂવીઝના ખર્ચ પર 10 ટકા કેશબેક મળશે. પરંતુ તેની માટે ડાઇનિંગ કે એન્ટરટેઇન્મેન્ટથી અલગથ કેટેગરીઝમાં ડિલાઇટ પ્લેટિનમ ક્રેડિટ કાર્ડથી બિલિંગ સાઇકલની અંદર મિનિમમ ખર્ચ 10000 રૂપિયો હોવો જોઇ.
મંથલી બિલિંગ સાઇકલમાં ડાઇનિંગ અને એન્ટરટેન્મેન્ટ બંને ટ્રાન્ઝેક્સન મળીને મહત્તમ 600 રૂપિયા કેશબેક મલશે. 4000 રૂપિયા સુધીના ડાઇનિંગ અને મૂવી ટ્રાન્ઝેક્શન કેશબેકને માન્ય રહેશે.
દર છ મહિના પર કાર્ડમાંથી 1.25 લાખ રૂપિયાના ખર્ચ પર 4 ફ્રી પીવીઆર ટિક્ટ કે 750 રૂપિયા કેશબેક મળે છે. દર વર્ષે મહત્તમ 8ફ્રી પીવીઆર ટિકિટ કે 1500 રૂપિયા કેશબેક મળે છે.
ડિલાઇટ પ્લેટિનમ કાર્ડથી 400 રૂપિયાથી લઇને 4000 રૂપિયા સુધીના ફ્યૂઅલ ટ્રાન્ઝેક્શન પર 1 ટકાનો ફ્યૂઅલ સરચાર્જ લાગુ છે. મહત્તમ ફ્યૂઅલ સરચાર્જ વેવેર એક કેલેન્ડર યરમાં 4500 રૂપિયા હશે. www.irctc.co.in અને ઇન્ડિયન રેલવેઝ બુકિંગ કાઉન્ટર્સ પર ટ્રાન્ઝેક્શનના મામલે રેલવે સરચાર્જ વેવરનો ફાયદો મળશે. એક કેલેન્ડર વર્ષમાં મહતમ રેલવે સરચાર્જ વેવર 500 રૂપિયા રહેશે.