અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ દ્વારા રાજ્યમાં પ્રથમવાર વલસાડ માં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઉપર રેડ કરતા ડ્રગ્સ માફિયાઓ ફફડી ઉઠ્યા છે.
વલસાડ જિલ્લાના ડુંગરી ગામે એક બંધ ફેકટરી માં ડ્રગ્સ બનાવવાનો ધંધો ચાલતો હોવાની વાત ની ખરાઈ કર્યા બાદ અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમ રેડ કરી હતી જે 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ મળી હતી.
વલસાડ જિલ્લામાં આવડું મોટું રેકેટ ચાલતું હતું તે વાત સામે આવતા ભારે ચકચાર મચી છે.
રાજ્યમાં ચાલતા સૌથી મોટા ડ્રગ્સ કાંડ માં 4.5 કિલો એમ.ડી ડ્રગ્સની સાથે પ્રકાશ પટેલ અને સોનું રામ નિવાસ નામના બે ઈસમો ની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓ પૈકીનો પ્રકાશ પટેલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતો હતો. જ્યારે સોનું રામ નિવાસ આ ડ્રગ્સનું માર્કેટિંગ કરીને તેનું વેચાણ કરતો હતો. નોંધનીય છે કે, ડ્રગ્સ રાખવાના ગુનામાં NDPS એક્ટ હેઠળ ઓછામાં ઓછી 10 વર્ષની જેલની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
પ્રકાશ પટેલ ફાર્મસી ની ડીગ્રી ધરાવતો હોવાનું અને દમણ ની એક ફાર્મસી માં નોકરી કરતો હોય મરટીયલ ભેગું કરતો હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડ ના ડુંગરી માં ડ્રગ્સ ની ફેકટરી ઝડપાતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઇ છે.
