વલસાડ ના પારડી નજીક કલસર પોલીસ ચેકનાકા પાસે દમણ થી આવી રહેલી સ્વિફ્ટ કાર નં GJ;05-JQ-3444 ને રોકી કારમાં ચેક કરતા કારમાં 43 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં બેઠેલા સુરતના પોલીસ કોન્સ્ટેબલ સહિત 4 ઈસમો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, કાર માં દારૂ ની બોટલો સાથે ઝડપાયેલા સુરત અઠવાલાઇન્સ પોલીસ મથક ના પોલીસ કોન્સ્ટેબલ રિંકેશ ગણેશભાઈ સારંગ સહિત કલ્પેશ મોહનભાઈ સેલર , કેતન ઠાકોરભાઈ સેલર અને રાહુલ અતુલભાઈ સેલર ચારે રહેવાસી સુરતની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ જામનગરનો ડિસમિસ પોલીસકર્મી દારૂ સાથે પોલીસે ઝડપી પાડયો હતો. ત્યારે આજે વધુ એક પોલીસકર્મી દારૂ સાથે ઝડપાયો હતો.
આમ દમણ માં આંટો મારી પરત ફરતી વેળા એ દારૂ લાવવાનું પોલીસવાળાઓ ને ભારે પડ્યું હતું.
