રાજ્ય માં કોરોના ની ત્રીજી લહેર ની શકયતા વચ્ચે સરકાર દવારા હજુસુધી જુ.કેજી થી ધો.8 ના વર્ગો ચાલુ કરવા પરિપત્ર જાહેર કરાયો નથી તે પહેલાં જ વલસાડ જિલ્લા ની શ્રી સ્વામિનારાયણ સ્કૂલે જુનિયર કેજી થી ધો.8 ના વર્ગો ચાલુ કરી ફી ઉઘરાવવાનું શરૂ કરતા વિવાદ થયો છે.
રાજ્ય માં થોડી છૂટછાટો આપવા સાથે મુખ્યમંત્રી એક તરફ લોકો ને ભીડ નહિ કરવા સલાહ આપી રહયા છે અને નાના બાળકો ના સ્વાસ્થ્ય ને ધ્યાને લઇ હજુ જુનિયર કેજી થી ધો.8 ના વર્ગો ચાલુ પણ કરવામાં આવ્યા નથી અને સરકારે એવો કોઈ પરિપત્ર પણ બહાર પાડ્યો નથી ત્યાં જ વલસાડ જિલ્લા ના કપરાડા તાલુકા માં આવેલ નાનાપોઢા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ સ્કૂલ માં જુનિયર કેજી થી લઈ ધો.8 ના બાળકો ના વર્ગો શરૂ કરી દેવામાં આવતા ભારે ચકચાર મચી છે.
શાળા માં નક્કી કરાયેલી ફી પણ વસુલવામાં આવી રહી છે અને સરકારી પરિપત્ર વગર જ સ્કૂલ ચાલુ કરી બાળકો ના સ્વાસ્થ ની ચિંતા કર્યા વગર જ સ્કૂલ ચાલુ કરાતા અનેક સવાલો ઉઠ્યા છે.
અહીં બે કલાક માટે શિક્ષણ અપાતું હોવાનું જવાબદારો એ કબૂલી વાલીઓ બાળકો ને શાળા માં મૂકી જતા હોવાની વાત કરી પોતાનો બચાવ કર્યો હતો.
અહીં આવેલ શ્રી સ્વામિનારાયણ સ્કૂલ માં અંગ્રેજી અને ગુજરાતી વર્ગો ચાલે છે તેમાં સરકાર કે શિક્ષણ વિભાગ ની પરમિશન વગર જ શિક્ષણ નો ઓફ લાઈન ધમધમાટ શરૂ થયો છે જેમાં કેટલાક શિક્ષકો અને બાળકો માસ્ક વગર નજરે પડતા કોરોના ગાઇડ લાઈન નો ભંગ થતો નજરે પડ્યો હતો.