રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2025ની જાહેરાત: તેજસ્વિન શંકર અને ગાયત્રી ગોપીચંદ સહિત 17 રમતવીરોને મળશે અર્જુન એવોર્ડ
ભારત સરકારે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2025 ની અધિકૃત જાહેરાત કરી દીધી છે. આ વર્ષે દેશના શ્રેષ્ઠ ૧૭ ખેલાડીઓની પ્રતિષ્ઠિત ‘અર્જુન પુરસ્કાર’ માટે પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.
યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ચેસ, શૂટિંગ, હોકી અને કબડ્ડી જેવા વિવિધ રમતના સ્ટાર ખેલાડીઓનો સમાવેશ થાય છે.
પસંદગી સમિતિ અને પ્રક્રિયા
આ વર્ષે રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે ખેલાડીઓ અને કોચની પસંદગી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અરુણ કુમાર મિશ્રાની અધ્યક્ષતામાં એક વિશેષ પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ખેલાડીઓના છેલ્લા કેટલાક વર્ષોના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મંત્રાલયને ભલામણો મોકલી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.

અર્જુન પુરસ્કાર મેળવનાર ૧૭ ખેલાડીઓની યાદી
વિવિધ રમતોમાં દેશનું નામ રોશન કરનાર ૧૭ રમતવીરોને આ વર્ષે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે:
- તેજસ્વિન શંકર (એથ્લેટિક્સ – હાઈ જમ્પ)
- મોહમ્મદ અજમલ વી (એથ્લેટિક્સ)
- પ્રિયંકા ગોસ્વામી (એથ્લેટિક્સ – રેસ વોકિંગ)
- ટ્રીસા જોલી (બેડમિન્ટન)
- ગાયત્રી ગોપીચંદ (બેડમિન્ટન – પૂર્વ મહાન કોચ પુલેલા ગોપીચંદની પુત્રી)
- નરેન્દ્ર (બોક્સિંગ)
- વિદિત સંતોષ ગુજરાતી (ચેસ)
- દિવ્યા જીતેન્દ્ર દેશમુખ (ચેસ)
- ધનુષ શ્રીકાંત (બધિર શૂટિંગ)
- લાલરેમસિયામી (હોકી)
- રાજકુમાર પાલ (હોકી)
- સુરજીત (કબડ્ડી)
- પૂજા (કબડ્ડી)
- રૂદ્રાંશ ખંડેલવાલ (પેરા-શૂટિંગ)
- એકતા ભયાન (પેરા-એથ્લેટિક્સ)
- અરવિંદ સિંહ (રોઇંગ)
- અખિલ શિયોરન (શૂટિંગ)
લાઈફટાઈમ અચીવમેન્ટ અને દ્રોણાચાર્ય એવોર્ડ
ખેલાડીઓ ઉપરાંત રમતગમતના વિકાસમાં આજીવન યોગદાન આપનાર હસ્તીઓ અને કોચનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે:
લાઈફટાઈમ અર્જુન એવોર્ડ: ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલર આઈ. અરુમૈનયગમને રમતગમતમાં તેમના દાયકાઓ સુધીના સતત યોગદાન અને નિવૃત્તિ પછી પણ રમતના વિકાસમાં આપેલા ફાળા બદલ અર્જુન એવોર્ડ (લાઈફટાઈમ) માટે પસંદ કરવામાં આવ્યા છે.
National Sports Awards 2025 Announced 🏆
The Arjuna, Dronacharya, and Rashtriya Khel Protsahan Puraskar 2025 awards are out! 🇮🇳
Full list 👉 https://t.co/rgfAf1tMgX#NationalSportsAwards2025 #KheloIndia
— Dept of Sports, Govt of India (@IndiaSports) August 18, 2026
દ્રોણાચાર્ય એવોર્ડ (કોચ માટે):
રેગ્યુલર કેટેગરી: પરવીર સિંહ (એથ્લેટિક્સ), છોટે લાલ યાદવ (બોક્સિંગ), અને નેહા નંદકુમાર ચવ્હાણ (શૂટિંગ).
લાઈફટાઈમ કેટેગરી: ધર્મેન્દ્ર સિંહ યાદવ (બોક્સિંગ) અને વીરેન્દ્ર કુમાર (કુસ્તી).
