ભારત vs પાકિસ્તાન હોકી મેચનો જબરદસ્ત ક્રેઝ: વર્લ્ડ કપ મુકાબલાની તમામ 10,000 ટિકિટો મિનિટોમાં વેચાઈ

2 Min Read

હોકી વર્લ્ડ કપ 2026: ભારત-પાકિસ્તાન મહામુકાબલા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ, એમ્સ્ટલવીન સ્ટેડિયમની તમામ 10,000 ટિકિટો હાઉસફુલ

બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયેલા 2026 હોકી વર્લ્ડ કપમાં રમત જગતના સૌથી મોટા હરીફો પૈકીના એક એવા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રમતપ્રેમીઓમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે. 19 ઓગસ્ટે નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીન શહેરના વેગનર સ્ટેડિયમમાં રમાનારી આ પૂલ D મેચ માટેની તમામ 10,000 ટિકિટો વેચાઈ ગઈ છે અને સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

નેધરલેન્ડ્સમાં રહેતા ભારતીય મૂળના સમુદાયમાં ભારે ક્રેઝ

લાંબા સમય બાદ વર્લ્ડ કપના મંચ પર ભારત અને પાકિસ્તાન સામસામે આવી રહ્યા છે, જેને લઈને યુરોપમાં રહેતા એશિયાઈ સમુદાય, ખાસ કરીને ભારતીય અને પાકિસ્તાની મૂળના લોકોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

boys hocky.jpg

રોયલ ડચ હોકી એસોસિએશનના અધિકારી તમરા બૌવમેન્સે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મેચ માટેની ટિકિટ પ્રક્રિયા સપ્ટેમ્બર 2025 થી જ તબક્કાવાર શરૂ કરી દેવામાં આવી હતી.

- Advertisement -

ટિકિટનો પ્રથમ તબક્કો: સપ્ટેમ્બર 2025 થી શરૂ થયો હતો.

બીજો તબક્કો: માર્ચ 2026 માં ચાલુ કરવામાં આવ્યો હતો.

ટિકિટના દર: દક્ષિણ સ્ટેન્ડની ટિકિટોની કિંમત 35 યુરોથી શરૂ થતી હતી, જ્યારે મુખ્ય કવર્ડ સ્ટેન્ડની ટિકિટ 57 યુરો નક્કી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિશેષ હોસ્પિટાલિટી ટિકિટનો દર 251.34 યુરો રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

બૌવમેને ઉમેર્યું હતું કે દર્શકોના ભારે ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને અડધા દિવસના વિશેષ પાસ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, જેથી ચાહકો તે જ દિવસે યોજાનારી અન્ય મેચોનો પણ આનંદ માણી શકે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હોકી ઇતિહાસ અને રેકોર્ડ

બંને દેશો વચ્ચેના હોકી ઇતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર 183 વખત સામસામે આવી ચૂક્યા છે.

કુલ મુકાબલા: 183

પાકિસ્તાનની જીત: 82 મેચ

ભારતની જીત: 69 મેચ

ડ્રો રમાયેલી મેચો: 32 મેચ

boys hocky0.jpg

આંકડાકીય રીતે પાકિસ્તાનનો ઓવરઓલ રેકોર્ડ થોડો ચડિયાતો દેખાઈ રહ્યો હોવા છતાં, છેલ્લા એક દાયકા (છેલ્લા 10 વર્ષો) ના પ્રદર્શન પર નજર કરીએ તો ભારતીય પુરુષ હોકી ટીમે પાકિસ્તાન પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું છે.

Share This Article