ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશો? મુખ્યમંત્રી રુપાણી દ્વારા વહેલી યૂંટણી યોજવાની શક્યતાને નકારી દેવામાં આવ્યા બાદ રાજકીય ચીચીયાઓ દ્વારા ચર્ચા કરવામાં આવી રહી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ક્યારે યોજવામાં આવશે.
મુખ્યમંત્રી રુપાણી જણાવ્યું હતું કે ‘ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી થવાના સમાચાર હાલ વાયરલ થયા છે, જે પાયાવિહોણા છે. રાજયમાં નિયત સમયે જ ચૂંટણી યોજાશે.’ ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી કરવાના જે સમાચાર સામે આવ્યા છે તે અંગે રૂપાણીએ જણાવ્યું હતું કે ‘યુપીની ચૂંટણી સાથે ગુજરાતને કોઇ લેવાદેવા નથી’.
હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે તો એનો જવાબ એ છે કે રુપાણી સરકાર પાસે એક વર્ષનો સમયગાળો છે. હવે પછીની ચૂંટણી ડિસેમ્બર 2022માં થવાની છે. ત્યાં સુધી રુપાણી સરકાર અને ભાજપ ચૂંટણી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. એવું મનાતું હતું કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વહેલી ચૂંટણી યોજી શકાય છે પણ મુખ્યમંત્રીના નિવેદન બાદ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. જો સૂત્રોની માનીએ તો આવતા વર્ષે દિવાળી બાદ ચૂંટણી યોજાઈ શકે છે.