મુંબઇ- શેરબજારમાં રાતોરાત ઘણા લાકો રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બનતા જોયા છે. આવુ જ કંઇક અનિલ અંબાણીની એક કંપનીના શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર રોકાણકારો સાથે બન્યુ તેઓ લખપતિમાંથી ભિખારી બની ગયા.
ફોર્બ્સ ઇન્ડિયાની 2007માં પ્રકાશિત રિપોર્ટ મુજબ અનિલ અંબાણીની નેટવર્થ 45 અબજ ડોલર હતી અને તે સમયે તેઓ દેશના ત્રીજા સૌથી મોટા ધનવાન વ્યક્તિ હતા જો કે પરિસ્થિતિ એવી છે કે તેમની ઉપર લાખો કરોડો રૂપિયાનું દેવુ છે અને નાદારીના કેસોનો સામનો કરી રહ્યા છે.
દાગીના વેચીને ચૂકવી વકીલોની ફી
પાછલા વર્ષે ડિસેમ્બરમાં અનિલ અંબાણી લોનની ચૂકવણીના એક કેસમાં લંડન હાઇકોર્ટમાં વર્ચ્યુલી હાજર થયા હતા. ત્યારે તેમણે કહ્યુ કે, તેમની પાસે કંઇ જ નથી અને તેમનો ખર્ચ તેમની પત્ની ટીના અને પરિવાર ભોગવી રહ્યા છે. જ્યારે કોર્ટે તેમને પોતાની પર્સનલ એસેટ્સ અને ક્રેડિટ કાર્ડ માહિતી આપવા જણાવ્યુ તો તેમણે કહ્યુ કે, તેઓ વકીલોની ફરી આપવા માટે પત્નીના દાગીના વેચી રહ્યા છે. તેમની કંપની આરકોમને લોન આપનાર 3 બેન્કોએ આ કેસ કર્યો હતો. પર્સનલ ગેંરટી પર આ બેન્કો પાસેથી 71.6 કરોડ ડોલરની લોન લીધી હતી પરંતુ તે પરત ચૂકવણીમાં ડિફોલ્ટ થયા.
અનિલ અંબાણીની આગેવાની હેઠળની અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપ (ADAG)માં સંકટની શરૂઆત ત્યારે થઇ જ્યારે તેમમે પાવર, ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં પ્રોજેક્ટ બનાવવા માટે લોન લેવાની શરૂઆત કરી. માર્ચ 2009માં ગ્રૂપ પર 41892 કરોડ રૂપિયાનું દેવુ હતુ જે માર્ચ 2018માં 1.61 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયુ. એક સમયે ગ્રૂપની ફ્લેગશિપ કંપની રહેલી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ એટલે કે આરકોમ ભારે દેવા નીચે દબાઇ ગઇ. મોટો ફટકો રિલાયન્સ જિયો આપ્યો. આરકોમે પોતાની કેટલીક એસેટ્સ વેચવાની કોશિશ કરી પરંતુ 2019માં લોન પરત ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ.
રિલાયન્સ કોમ્યુ. અને રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ સહિત ADAG ગ્રૂપની ઘણી કંપનીઓ લોન ચૂકવણીમાં ડિફોલ્ટ થઇ અને ત્યારબાદ બેન્કોએ તેની સામે નાદારો કેસ કર્યો. રિલાયન્સ કોમ્યુ. એ ડિસેમ્બરમાં કહ્યુ હતુ કે તેની ઉપર ભારતીય બેન્કો અને નાણાકીય સંસ્થાઓનું 26000 કરોડ રૂપિયાનું દેવુ છે. હાલ આ કંપની નાદારી કેસનો સામનો કરી રહી છે. કંપની સામે બેન્કો- લેણદારોએ 86000 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.