મુંબઇઃ ઓગસ્ટ મહિનામા ઘણા ધાર્મિક તહેવારો આવતા હોવાથી બેન્કોમાં ઘણી રજાઓ આવે છે. જો તમારે પણ બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, શુક્રવારે પતાવી લેજો. કારણ કે આવતીકાલ એટલે કે 13 ઓગસ્ટથી સતત 4 દિવસ બેંકોમાં કામકાજ બંધ રહેશે.
ઉલ્લખનિય છે કે, ચાલુ ઓગસ્ટ મહિનામાં બીજા શનિ-રવિ સહિત 15 દિવસ બેંકો બંધ રહેવાની છે. જે અલગ અલગ રાજ્યોના હિસાબે રજાઓ આવે છે. આરબીઆઈએ દર મહિને બેંક રજાઓનું લિસ્ટ જાહેર કરે છે. તો જાણી લો ક્યારે આવે છે આ મહિનામાં રજાઓ. બેંક રજાઓની સંપૂર્ણ યાદી જોવા માટે તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) ની મુલાકાત પણ લઇ શકો છો
સતત ચાર દિવસ બંધ રહેશે બેંકો
13 ઓગસ્ટ- પૈટ્રિયટ ડે- ઈંફાલમાં બેંકો બંધ
14 ઓગસ્ટ- મહિનાનો બીજો શનિવાર
15 ઓગસ્ટ- રવિવાર
16 ઓગસ્ટ- પારસી નવુ વર્ષ, બેલાપુર, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ
16 ઓગસ્ટ- ડી જ્યૂર ટ્રાંસફર ડે
આ શહેરોમાં 19 થી 23 ઓગસ્ટ સુધી બેંકો બંધ રહેશે-
19 ઓગસ્ટ – મોહરમ (આશુરા) – અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ
20 ઓગસ્ટ – મોહરમ / પ્રથમ ઓણમ – બેંગ્લોર, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
21 ઓગસ્ટ- તિરુવનમ- કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
22 ઓગસ્ટ- રવિવાર
23 ઓગસ્ટ – શ્રી નારાયણ ગુરુ જયંતી – કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ
આગામી બેંક રજાઓ
આ સિવાય જો આપણે આગામી રજાઓની વાત કરીએ તો 28 ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર છે, જેના કારણે બેન્કો બંધ રહેશે. આ સિવાય 29 ઓગસ્ટના રવિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે. અમદાવાદ, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના દિવસે બેન્કો બંધ રહેશે. શ્રી કૃષ્ણ અષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેન્કો 31 ઓગસ્ટના રોજ કામ કરશે નહીં.