નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી સત ત ઘટ્યા બાદ ફરી સોના-ચાંદીની કિંમત વધવા લાગી છે. રાજધાની દિલ્હીના ઝવેરી બજારમાં આજે ગુરુવારે સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓની કિંમત વધી હતી.જેમાં સોનામાં 422 રૂપિયાની રિકવરી આવી અને પ્રતિ 10 ગ્રામની કિંમત 45,560 રૂપિયા થઇ છે. તો ચાંદીમાં પણ 113 રૂપિયાનો સુધારો આવતા પ્રતિ એક કિગ્રાની કિંમત 61,314 રૂપિયા થઇ હતી. ગત બુધવારે દિલ્હીમા સોનાની કિંમત 45,138 રૂપિયા અને ચાંદીની કિંમત 61,201 રૂપિયા હતી.
તો આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત માત્ર 100 રૂપિયા સુધરીને 48,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીમાં માંગના અભાવે 500 રૂપિયાનો ઘટાડો થયો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 64,000 રૂપિયા થઇ હતી.
અમેરિકાના કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના રેટ અપેક્ષા કરતા વધુ સારા આવતા સોના-ચાંદી પર દબાણ વધ્યુ છે. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સવા ચાર ડોલર ઘટીને 1748 ડોલર અને ચાંદી સાધારણ ઘટાડે 23.36 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસ ક્વોટ થઇ રહી હતી. તો સ્થાનિક સ્તરે વાયદા બજારમાં એમસીએક્સ ગોલ્ડ અને સિલ્વરમાં પણ નરમાઇનો માહોલ હતો.
આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત સવા ચાર ડોલર ઘટીને 1748 ડોલર અને ચાંદી સાધારણ ઘટાડે 23.36 ડોલર પ્રતિ ટ્રોસ ઔંસ ક્વોટ થઇ રહી હતી.