દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ ની આગાહી વચ્ચે
વલસાડ જિલ્લા માં ભારે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ ઉભી થઇ છે અને નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલી માં મુકાઈ ગયા છે.
વલસાડ ની મણી બાગ સોસાયટીમાં 1 માં પાણી ભરાઈ જતા અહીં વસતા સ્થાનિક પરિવારો ભારે મુશ્કેલી માં મુકાઈ ગયા છે અને જનજીવન પુરી રીતે પ્રભાવિત થઈ ગયું છે.
વલસાડ પાલિકા ના પમુખ ના વૉર્ડ માં લોકો ના ઘરો માં ઢીંચણ સમાં પાણી ભરાઇ ગયા છે અને જન જીવન અસ્તવ્યસ્ત બન્યું હોવાના અહેવાલ છે. વલસાડ માં ભારે વરસાદ થી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
રાજ્ય માં દક્ષિણ ગુજરાત ના છેવાડે આવેલા વલસાડ જિલ્લા માં ધોધમાર વરસાદ પડતાં શહેર નો અન્ડર પાસ બંધ થઈ ગયો છે,પરિણામે વાહનો ની અવરજવર થંભી ગઈ છે અને આસપાસના ગામો ના લોકો નો સંપર્ક કપાયો છે.
વલસાડ માં હાલ જળબંબાકાર ની સ્થિતિ વચ્ચે ભારે મુશ્કેલીઓ નો સામનો કરી રહયા છે અને ખાવા-પીવા અને સુવા ની તકલીફો ઉભી થતા ચિંતા પ્રસરી ગઈ છે.
