કિસ્મત ક્યારે અચાનક બદલાય જાય છે તેનું વધુ એક ઉદાહરણ આજે જોવા મળ્યું હતું। સિરસા જિલ્લાના ડબવાલીના દુકાનદાર ગૌરીશંકર ઉર્ફ વિક્કી પાસે આશરે 567 વર્ષ જુનો ઇસ્લામિક સિક્કો છે. ઘરમાં પડેલી એક જૂની પેટીમાંથી તેને એક સિક્કો મળ્યો હતો. બઠિંડાના ગામ ડબવાલીનો રહેવાસી ગૌરીશંકર ઉર્ફ વિક્કી ડબવાલીના સિરસા રોડ પર સીટ બનાવવાનું કામ કરે છે.
ધંધામાં કમાણી ઓછી હોવાના લીધે તેણે કેટલોક ભંગાર વેચવાનું વિચાર્યું હતું. આ દરમિયાન તેને સિક્કો મળ્યો હતો. જ્યારે તેણે સિક્કો સાફ કર્યો ત્યારે તેને ઉર્દૂમાં કશું લખેલું જોવા મળ્યું. ત્યારે જ તેને ખ્યાલ આવી ગયો હતો કે આ સિક્કો ઐતિહાસિક છે પરંતુ તેને શું લખાયું તે સમજમાં આવ્યું નહોતું. દુબઇના એક વેપારીએ આ ઐતિહાસિક સિક્કાની કિંમત દોઢ કરોડ રૂપિયા લગાવી છે. જોકે, વિક્કી તેને સાડા ત્રણ કરોડ રૂપિયામાં વેચવા ઇચ્છે છે.
આ સિક્કા પર શું લખેલું છે તેની તપાસ કરવા વિક્કી મસ્જિદના એક ઇમામ પાસે પહોંચ્યો હતો. ઇમામે જણાવ્યું કે આ સિક્કો તો વર્ષ 1450 સમય આજુબાજુનો છે. જેની પર મદિના શહેર લખ્યું છે. આશરે 567 વર્ષ જુના સિક્કાનો ફોટો પોતાના દોસ્તોની મદદથી દુબઇ પહોંચાડ્યો ત્યારે દુબઇના એક વ્યક્તિએ આ સિક્કાની કિંમત દોઢ કરોડ રૂપિયા લગાવી હતી.
આમ અતિ ગરીબ પરિસ્થિતિમાં જીવતા આ વ્યક્તિના હાથમાં અનાયાસે ધન મળ્યું છે.