જન્માષ્ટમી પર્વની ઉજવણી ને લઈને સમગ્ર દેશભરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત શહેરમાં વનીતા વિશ્રામ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પ્રિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજીને જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી હતી
વીઓ : ભારત દેશમાં શ્રાવણ વદ આઠમને કૃષ્ણના જન્મદિન ને ઉત્સાહભેર ઉજવવામાં આવે છે ત્યારે તેની ઉજવણી ના ભાગ રૂપે શહેરમાં વનીતા વિશ્રામ સંચાલિત શ્રીમતી પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પ્રિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમમાં આચાર્ય જ્યોતિકાબેન રામનાની આગેવાનીમાં વર્ચુયલ ઉજવણી કરવામાં આવી હતી.અને શાળાના વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ઘરે બેઠા આ ઉજવણીનો લાભ લીધો હતો.વિદ્યાર્થીઓએ જુદી જુદી એક્ટિવિટી જેવી કે માટલી ડેકોરેશન , વાંસળી ડેકોરેશન , મુકુટ બનાવવો , કૃષ્ણ-રાધાના પહેરવેશમાં તૈયાર થઈને ઉત્સાહભેર ઑન્લીને ભાગ લીધો હતો. શિક્ષકો અને પ્રિન્સિપાલ દ્વારા પારણું ઝુલાવયું,મટકીફોડ , રાસ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું