ધી સૂરત પીપલ્સ કો-ઓ.બેન્ક લિ બેંકના શતાબ્દી વર્ષ નિમિતે મહા રક્તદાન શિબિર મજુરાગેટ ખાતે યોજાયો હતો.
સુરતમાં આવેલ બહુ જૂની અને જાણીતી બેન્ક એટલે ધી સૂરત પીપલ્સ કો-ઓ બેંક. લી ની બેંકના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યી છે ત્યારે આજે સુરતના મજુરાગેટ દયાળજી કેળવણી ખાતે આજે બેન્ક દ્રારા મહા રક્તદાન શિબિર નું આયોજન કર્યું હતું જેમાં સભાસદો ગ્રાહકો અને શુભેચ્છકો દ્રારા ખુબજ ઉમંગ ઉત્સાહ સાથે માનવતાના આ મહાયજ્ઞમાં એક ટીપું લોહી કોઈનું જીવન બચાવી શકે છે તેવા એક નાનકડા પ્રયાસથી હોંશભેર લોકોએ રક્તદાન કરી ને માનવતા મહેકાવી હતી અને પીપલ્સ બેંકના ચેરમેન મુકેશ દલાલે જણાવ્યું હતું કે બેંક દ્રારા સમગ્ર સુરતનો વિકાસ થાય તેવા પ્રયાસ સતત બેન્ક થકી કર્યા છે અને આજે જ્યારે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ રૂપે રક્તદાન શિબિર નું આયોજન કર્યું હતું અને અંદાજે 1000 બોટલ જેટલું રતક એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો આ પ્રસંગે સૂરત મહાનગર પાલિકા મેયર હેમાલી બોધાવાલા સહિત અનેક નગરજનો હાજર રહ્યા હતા