સુરત જિલ્લા LCB પોલીસે ગત મોડી રાત્રે કરંજ GIDC સ્થિત સહેલી ગલી પ્લોટ નં-6માં રૂપા ટેક્સટોરિયમ નામની કંપનીમાં રેડ કરી નકલી દૂધ બનાવવા ના કૌભાંડ નો પર્દાફાશ કર્યો હતો.
ફેકટરી બહાર મહારાષ્ટ્ર પાર્સિંગનું દૂધનું ટેન્કર પણ મળી આવ્યું હતું અને ફેકટરીમાંથી નકલી દૂધ બનાવવામાં વપરાતા તેલ અને કેમિકલના ડબ્બાઓ તેમજ નકલી દૂધ તૈયાર કરવાની મશીનરી પણ મળી આવી હતી. LCB પોલીસે આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટના સ્થળે પહોંચી કરેલી તપાસ દરમિયાન ફેક્ટરીમાં ભેળસેળ દૂધ બનતું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ તપાસ માં રૂપા ટેક્સટોરીયમ નામની આ ફેક્ટરીમાં છેલ્લા 2 વર્ષથી ભેળસેળ દૂધ બનાવવાનો વેપલો ચાલી રહ્યો હતો. દૂધના ફેટ કાઢવા માટે દૂધમાં પામોલીન તેલ, કેમિકલ મિશ્ર કરવામાં આવતું હતું. આ પ્રોસેસ કરેલા દૂધને ટેન્કર મારફતે મહારાષ્ટ્રના પાલધર ખાતે મોકલવામાં આવતું હતુ ભેળસેળ દૂધ બનાવી લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરનાર ઈસમો સામે પગલાં ભરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 9,500 લિટર બનાવટી દુધનો જથ્થો તેમજ દૂધનું ટેન્કર પણ પોલીસે કબ્જે કર્યું છે ત્યારે આવડું મોટું કૌભાંડ બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ છે.
