દક્ષિણ ગુજરાત ના વલસાડ જિલ્લા ના વાપી ટાઉન માં એક અજીબોગરીબ ઘટના બની છે અને જે વ્યક્તિ નું 2010 ની સાલ માં મરણ થાય છે તેજ વ્યક્તિ 2013 માં ફરી પૃથ્વી લોક માં આવ્યા અને પોતાની માલિકી ની દુકાન વેચી પરત જતા રહ્યા હોવાની વાત જ્યારે વાસ્તવિક દસ્તાવેજ માં બહાર આવી ત્યારે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
આ મામલો હવે પોલીસ મથકે પહોંચો છે અને હવે આ પ્રકરણમાં જીઆઇડીસી ના અધિકારીઓ ના મેળા પીપણામાં 2013 માં સેલ એગ્રીમેન્ટ બનાવી અન્ય વ્યક્તિ દ્વારા દુકાન ઉપર કબ્જો જમાવવા મામલે જીઆઇડીસી ના જેતે સમય ના ડીવીઝન મેનેજર ટી. કે.પંડોર સહિત પાંચ સામે ગુનો નોંધાયો છે.
આ પ્રકરણમાં હીનાબેન ધર્મેન્દ્ર કુમાર જોશીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ માં જણાવાયુ છે કે વાપી જીઆઇડીસી 40 શેડ એરિયા માં આવેલી 11 નંબર ની દુકાન વાળી મિલકત તેમના સસરા કાંતિલાલ છોટાલાલ જોશી એ 1976 માં લીધી હતી અને 1993 માં તેઓ એ આ દુકાન કમળા બેન અમૃતલાલ ઠક્કર ને ભાડે થી આપી હતી અને આ દુકાન માં જલારામ રેસ્ટોરન્ટ તરીકે રતિલાલ ધંધો કરતા હતા દરમિયાન તેઓનું 2008 માં અવસાન થતાં તેમનો પરિવાર વડોદરા સ્થાયી થઈ જતા દુકાન બંધ હાલત માં હતી ત્યારબાદ હીનાબેન ના પતિ ધર્મેન્દ્ર કુમાર ની 2019 માં અવસાન થતાં આજ અરસા માં દુકાન માં ફર્નીચર નું કામ ચાલુ થતા પોતાના સસરા ના નામે રહેલી આ દુકાન માં અજાણ્યા ઈસમો ફર્નિચર કરતા હોવાનું જણાતા હીનાબેને વાપી જીઆઇડીસી માં આરટીઆઈ હેઠળ માહિતી માંગતા મળેલી નકલ માં આ દુકાન ના માલિક તરીકે ભગવાન કાકા કનૈયા લાલ અજબાણી હોવાની વાત જણાઈ હતી અને તેમાં ઉલ્લેખ હતો કે મૂળ દુકાન માલિક એવા મૃતક કાંતિલાલ છોટાલાલ જોશી એ આ દુકાન તા.17/8/2013 ના રોજ રતિલાલ અમૃત લાલ ઠક્કર ના નામે સપ્લીમેન્ટરી એગ્રીમેન્ટ કરી દુકાન વેચી હોવાની વિગત સામે આવતા હિના બેન ચોંકી ઉઠ્યા હતા કારણ કે જે દુકાન પોતાના સસરા ના નામે હતી તેવા કાંતિલાલ જોશી તો 2010 માં જ મૃત્યુ પામ્યા હતા તો પછી 2013 માં દસ્તાવેજ ઉપર સહી કરી દુકાન કેવી રીતે વેચી ગયા ? તે સવાલ ઉભો થતા બોગસ દસ્તાવેજ બનાવનારા સામે ફરિયાદ કરવામાં આવી છે.
આ પ્રકરણમાં પોલીસે આરોપીઓ તરીકે રતિલાલ અમૃતલાલ ઠક્કર તેમજ વાપી જીઆઇડીસી ના તત્કાલીન ડિવિઝન મેનેજર ટી.કે.પાંડોર,આ બોગસ દસ્તાવેજ માં સાક્ષી તરીકે સહી કરનાર એસ.બી.પટેલ,સી.કે.પટેલ અને જી.વી.શાહ મળી પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ થતાં આવા ભારે ચકચાર જાગી છે.
