અમદાવાદમાં દારૂ પીને ટલ્લી થઈ ગયેલા દારૂડિયા યુવાનોએ મોડી રાતે વાહનોને આગ ચાંપી દેતા દારૂડિયાઓ નું ન્યૂઝન્સ હદ વળોટી રહ્યુ છે. અમદાવાદ ના વાડજના શાક માર્કેટ પાસે બનેલો આ બનાવ સીસીટીવી માં કેદ થઈ ગયો છે. જેમાં કેટલાક તત્વો વાહનોને આગ ચાંપતા દેખાઈ રહ્યા છે. આ પ્રકરણમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, વાડજ વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. વાડજના શાક માર્કેટ વિસ્તારમાં ત્રણ શખ્સોએ નશો કર્યા બાદ ત્યાં પડેલા વાહનોમાં આગ લગાવી હતી. યુવાનોએ દારૂનો નશો કરીને આ વિસ્તારમાં રોજ પર પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી હોવાનું સામે આવ્યું છે ત્યારે મોડી રાત્રે કરફ્યૂ નો ભંગ કરી દારૂ પીને રખડતા આવા તત્વો ન્યુસન્સ બની ગયા છે જેઓ ને પોલીસ નો કોઈ ડર રહ્યો નથી.
