અમદાવાદ શહેર કોટડાપોલીસ ની નિષ્ક્રિયતા કહો કે અડ્ડા ચલાવતા માથાભારે ઈસમો ઉપર મહેરબાની પરંતુ તેનું પરિણામ એ આવ્યું કે આ વિસ્તારમાં પોલીસ ની ધાક ગાયબ થઈ ગઈ અને પીએસઆઇ પર જીવલેણ હુમલો થયો અને પોલીસ ઉપર પથ્થરમારો જેવા બનાવો બનતા ગુનેગારો કેટલા બેખૌફ છે તે વાત સામે આવી ગઈ પરિણામે બેકાબુ બનેલા આ ઈસમો ને સીધા કરવા ઉપરી અધિકારીઓ દ્વારા પોલીસ ના ધાડા ઉતારવાની ફરજ પડી હોવાનું કહેવાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ ની હાટડીઓ ચાલે છે અને તેનો પર્દાફાશ કરવા ગયેલા સત્યડે ના પત્રકાર ઉપર હુમલો પણ થયો હતો જેની ફરિયાદ અને એકશન લેવામાં અહીં ની પોલીસ ઉણી ઉતરી હતી, ચર્ચા એવી પણ છે કે વહીવટદાર ક્રિપાલસિંહ ની રહેમરાહે બેરોકટોક ચાલતા દારૂ ના ધંધા વાળા ફાટીને ધુમાડે ગયા હોય પોલીસ એકશન લેવામાં વિચાર કરતી હોય છે પણ ખુદ પીએસસાઈ ઉપર હુમલો થતા અહીં ની વાસ્તવિકતા બહાર આવતા ઉચ્ચ અધિકારીઓ ને આ વાત ની ખબર પડતાં તેઓ એ આખા સરસપુરમાં મેગા કોમ્બિંગ હાથ ધરી પોલીસ ધારે તો શું ન કરી શકે તેનો પરિચય કરાવ્યો છે.
સ્થાનિક પોલીસ નું અહીં કઈ ઉપજતું નહિ હોવાથી આખરે ઝોન 3 ડીસીપી મકરંદ ચૌહાણે કડક પગલાં ભરવાની ફરજ પડી હતી અને 2 ACP, 2 PI , 25 PSI, 275 PC/HC/ASI મળીને બુધવારે રાતે 10 વાગ્યાથી મોડી રાત્રે 2 વાગ્યા સુધી અલગ-અલગ ચાલીઓ અને શંકાસ્પદ વિસ્તારમાં મેગા કોમ્બિંગ કરી ઘાતક હથિયારો પકડી પોલીસે 60 ગુના દાખલ કરી 60 જેટલા આરોપીની ધરપકડ કરતા શહેર પોલીસ કોટડા હદ વિસ્તારમાં ભારે સોપો પડી ગયો હતો.
