રાજ્ય માં આજે અનંત ચતુર્દર્શી ના અંતિમ દીને શ્રીજી વિસર્જન થઈ રહ્યું છે ત્યારે સુરત માં પણ આજે શ્રીજી વિસર્જન કરવામાં આવી રહ્યું છે અહીં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે અને મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે,સુરત માં આ વર્ષે 35 હજારથી વધુ પ્રતિમાઓનું 19 કૃત્રિમ તળાવો તેમજ 10 હજારથી વધુ વિસર્જન જ્યાં સ્થાપન કરાયુ છે ત્યાં થશે. શહેર માં 10 હજારથી વધુ પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે. વિસર્જન યાત્રામાં 15થી વધુ લોકો જઈ શકશે નહીં. ડુમસ અને હજીરાના દરિયામાં માત્ર સ્થાનિક લોકો જ વિસર્જન કરી શકશે. પોલીસે શહેરના 22 મુખ્ય રસ્તાઓ ખાનગી વાહનો માટે બંધ કરી વૈકલ્પિક રસ્તા સૂચવ્યા છે. 19 કૃત્રિમ તળાવો પર 57 સીસીટીવી કેમેરાથી વોચ રાખી પાલિકા મોનિટરિંગ કરશે. પાલિકાના તમામ ઝોનમાં ઝોનલ ચીફ, કાર્યપાલક ઇજનેરથી લઈને બેલદારો, સફાઈ કામદારો સહિતનો કાફલો કૃત્રિમ તળાવો પર વ્યવસ્થા સંભાળશે.
વિસર્જનમાં સવારથી પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખશે. પોલીસ ઉપરાંત બહારથી ફોર્સ બોલાવાઈ છે. 2 ડીઆઈજી, 14 ડીસીપી અને 28 એસીપી સહિત પીઆઈ,પીએસઆઈ સહિત 10 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડુમસ ઓવારા પર દરિયામાં વિસર્જન બંધ છે. માત્ર સ્થાનિકો કાદી ફળિયાના કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકશે.
કૃત્રિમ તળાવમાં વિસર્જન
હજીરામાં સ્થાનિકો જ વિસર્જન કરી શકશે. બાકીનાએ પોતાના વિસ્તારમાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાનું રહેશે
આજે શહેરના મુખ્ય માર્ગો રવિવારે સવારે 7 કલાકથી વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. પાલિકાની બીઆરટીએસ બસ સેવાના તમામ રૂટ પર બપોરે બે સુધી જ કાર્યરત રાખવામાં આવશે,આમ સુરત માં શ્રીજી વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
