રાજ્ય માં પોલીસ ઉપર હુમલા થવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદ માં આરોપીઓ એ પોલીસ ને ઘર માં પુરી દઈ ઢોરમાર મારતાં ઈજાગ્રસ્ત પોલીસ જવાન ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રામોલ પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલો થયો છે,પેટ્રોલીંગ માં રહેલી પોલીસ જ્યારે આરોપી પકડવા ગયા ત્યારે પોલીસ જવાન ને ઘર માં પુરી દઈ ઢોરમાર મરાયો હતો આ વાત ની જાણ થતાં અન્ય પોલીસ કાફલો આવી જતા ઘર માં પુરી માર નો ભોગ બનેલા પોલીસ જવાન ને છોડાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હુમલો કરનાર 6 વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓમાંવિશાલ ગોસ્વામી , વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ , દિપક વર્મા , મોહિત વર્મા , શતિશ વર્મા , અને મંજુબેન વર્મા નો સમાવેશ થાય છે.
વિગતો મુજબ વીરસિંહ ઉર્ફે લાલુ રાઠોડ અને અને વિશાલ ગોસ્વામી એ પૈસાની લેતીદેતીમાં રામોલ વિસ્તારમાં આવેલ નિજ સોસાયટી પાસે એક યુવક પર છરી વડે હુમલો કરવાના બનાવ ને પગલે પેટ્રોલીંગ માં રહેલા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અજયસિંહ પ્રતાપસિંહ અને બીજા પોલીસ કર્મચારીઓ નિજ સોસાયટીની બહાર પહોંચતા આરોપી વિશાલ ગોસ્વામી ભાગી જઇ તેના ઘર માં પુરાઈ જતા
કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિશાલને પકડવા માટે ઘરમાં ઘુસતા જ એક જ પરિવારના 4 સભ્યોએ ભેગા મળી ઘરનો દરવાજો બંધ કરીને પોલીસ જવાન પ્રતાપસિંહ ને ગળદા પાટુ નો માર માર્યો હતો. આરોપી વિશાલે પ્રતાપસિંહને તું પોલીસ છે તો તારું આઇ કાર્ડ બતાવ કહી છરી વડે હુમલો કર્યો હતો. જોકે પોલીસ કર્મી પ્રતાપ સિંહ સાથે રહેલ બીજા પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અન્ય પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આરોપીના ધરનો દરવાજો તોડીને ઇજાગ્રસ્ત પ્રતોસિંહને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે હાલ તો રામોલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.