રાજ્ય માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી વચ્ચે વલસાડ પંથક માં વરસાદી માહોલ છે અને ભારે વરસાદ ને પગલે વાપી અને ઉમરગામ વિસ્તારમાં જિલ્લા કલેક્ટર દ્રારા ટ્વીટ કરી નિચાણવાળા વિસ્તારોના લોકોને નદી કિનારા નજીક અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં એક NDRFની ટીમ સેન્ડબાય કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ અધિકારીઓને પોતાના હેડકોટર્સ ન છોડવાની સૂચના પણ આપી એલર્ટ કરાયા છે.
વલસાડ અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં બે દિવસ થી વરસાદ ચાલુ છે અને સેલવાસમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડયો છે. જ્યારે ખાનવેલ વિસ્તારમા છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ જિલ્લા અને ઉપરવાસ માં વરસાદને કારણે મધુબન ડેમમાં પ્રતિ કાલાકે 1 લાખ 12 હજાર 03 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 10 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જ્યારે દમણગંગા નદીમાં પ્રતિ કલાકે 1 લાખ 59 હજાર 546 ક્યુસેક પાણીની આવક થતાં નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
