અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ખાનગી સિક્યોરિટી ને લઈ દેશ ની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થયો છે,કારણ કે આતંકવાદી જૂથો તેનો મિસયુઝ કરી શકે છે,ગુજરાત ના ખુબજ સેન્સેટીવ ગણાતા મુન્દ્રા ના અદાણી પોર્ટ પર રૂ. 21 હજાર કરોડની કિંમતના 3 હજાર કિલો હેરોઈન પકડાયા ની ઘટના ના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બંદરની સુરક્ષા મુદ્દે સવાલો ઉઠી રહયા છે.
નોંધનીય છે કે દેશનાં તમામ બંદરો પર સેન્ટ્રલ સિક્યોરીટી ફોર્સ તૈનાત છે પણ મુન્દ્રા માં અદાણી સંચાલિત આ એક જ એવું પોર્ટ છે જ્યાં પ્રાઈવેટ સિક્યોરીટી ગોઠવવામાં આવી છે જે દેશની સુરક્ષા માટે મોટો ખતરો છે. અદાણી જૂથ સંચાલિત આ પોર્ટ ની સુરક્ષા મામલે સરકાર ગંભીર નહિ બને તો આગામી સમય માં ખતરો ઉભો થઇ શકે તે આ પકડાયેલા આવડા મોટા ડ્રગ્સ ના જથ્થા થી ખ્યાલ આવે છે.
આ પોર્ટ ઉપર તાત્કાલિક અસરથી પોર્ટ પર દેશની સી.એસ.એફ (સેન્ટ્રલ સિક્યોરીટી ફોર્સ)ને સુરક્ષા આપવાનું ફરમાન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
