નશાને કારણે દુઃખદ પરિસ્થિતિ: સુરતમાં દારૂ પીધા પછી રેલવે ટ્રેક પર સૂઈ ગયેલા યુવાનના બંને પગ કપાઈ ગયા, આગળ જાણો શું થયું
સુરતના શહેરના અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર દારૂના નશામાં સૂઈ ગયેલા કાનપુર વાસીમા રહેતો યુવકના બન્ને પગ કપાઈ ગયા હોવાની આ ઘટના સામે આવી છે. ટ્રેક પર કપાયેલા પગ છોડી જીવ બચાવવા માટે આ ગોલું નામનો યુવક બે ટ્રેક વચ્ચેના ખાડામાં 9 કલાક સુધી ઇજાગ્રસ્ત અને રઝળતી હાલતમાં પડી રહ્યો મજબુર બન્યો હોવાનું સામે આવ્યું છે. જોકે સવારે રેલવે ટ્રેક ક્રોસ કરી કામે જતા ગોલુનાં મિત્રો તેને ઇજાગ્રસ્ત હાલતમાં જોતા તેઓએ સારવાર માટે 108ની મદદથી સિવિલ લઈ આવ્યા છે. તેના મિત્ર બદનસિંગએ જણાવ્યું હતું કે, ઘરેથી દુકાને જવાનું કહીને નીકળ્યો હતો. ગોલું અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લુમેસના કારખાનાનો કારીગર જણાય છે.
સવારે જાણ થઈ
બદન સિંહે (ઈજાગ્રસ્તના મિત્ર) જણાવ્યું કે ગોલુ તેની સાથે લગભગ 5 મહિનાથી રૂમમેટ તરીકે રહે છે. અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ખાતામાં મજૂરી કરતો ગોલુ કાનપુરનો રહેવાસી છે. શુક્રવારે રાત્રે 11 વાગ્યે દારૂના નશામાં દુકાનમાં જવાનું કહીને નીકળેલો ગોલુ પાછો આવ્યો ન હતો .સવારે બીજા મિત્રો રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ગોલુના બંને પગ કપાયેલા રેલવે ટ્રેકના બે ટ્રેક વચ્ચેના ખાડામાં મળી 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગોલુએ કહ્યું, “હું રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો.” ટ્રેન પગ પરથી ફળી વળ્યાં બાદ જીવ બચાવવા માટે શરીરને ઘસડી ખાડા સુધી લઈ ગયો હતો. આખી રાત એટલે 9 કલાક બાદ સિવિલ માં સારવાર ચાલી રહી છે.
બંન્ને પગ કપાઈ ગયા
108 એમ્બ્યુલન્સની મદદથી ગોલુને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં બંને પગ ખરાબ રીતે કચડાઈ ગયા હતા. આ એવી પરિસ્થિતિ બની ગઈ છે કે જેના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. બંને પગના કચડાયેલા ભાગને કાપીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.