જૂનું ટીવી રિમોટ કચરામાં ફેંકતા પહેલા 1 મિનિટ અટકો! ઘરના આ 4 કામોમાં છે અદ્ભુત ઉપયોગ

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
6 Min Read

રિમોટ બગડી ગયું તો શું થયું? આ 4 અંદાજમાં કરો તેનો ફરીથી ઉપયોગ

અક્ષર એવું બનતું હોય છે કે જ્યારે ઘરમાં નવું ટીવી આવે, ડીટીએચ કનેક્શન બદલાય અથવા તો જૂનું રિમોટ બગડી જાય, ત્યારે આપણે તેને કચરો સમજીને સીધા કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. આપણને એવું લાગે છે કે હવે આ તૂટેલા કે બંધ પડેલા ડબ્બાનો આપણા કોઈપણ કામ માટે કોઈ ઉપયોગ બાકી નથી રહ્યો. પરંતુ જરા થોભો! શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે રિમોટને તમે નકામું સમજીને બહાર ફેંકવા જઈ રહ્યા છો, તે તમારા ઘરના નાના-મોટા કામોમાં એક શાનદાર ચીજ સાબિત થઈ શકે છે?

તાજેતરમાં આવેલા એક રિપોર્ટમાં જૂના ટીવી રિમોટને ફેંકવાને બદલે તેનો ફરીથી ઉપયોગ કરવાની ઘણી શાનદાર રીતો જણાવવામાં આવી છે. જો તમે પણ થોડું મગજ ચલાવો અને ક્રિએટિવિટી બતાવો, તો કચરો સમજાતા આ રિમોટને અનેક અનોખી રીતે ઉપયોગમાં લાવી શકો છો. આવો વિસ્તારથી જાણીએ કે જૂના ટીવી રિમોટને કઈ 4 સરળ રીતોથી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે.

- Advertisement -

Old TV Remote

1. રિમોટને ફરીથી ચેક કરો, બની શકે કે તે પૂરી રીતે બગડ્યું ન હોય

અક્ષર આપણે વગર વિચારે રિમોટ કામ કરવાનું બંધ થતાં જ તેને ફેંકી દઈએ છીએ. પરંતુ ફેંકતા પહેલા એકવાર તેની સારી રીતે તપાસ જરૂર કરી લેવી જોઈએ. ઘણીવાર રિમોટ ખરાબ નથી હોતું, પરંતુ તેની બેટરી પૂરી થઈ ગઈ હોય છે અથવા તો તેના અંદરના સર્કિટ અને બટન્સ પર ધૂળ-માટી જામી જાય છે.

- Advertisement -

તમે રિમોટની જૂની બેટરી કાઢીને નવી બેટરી નાખીને જોઈ શકો છો. આ ઉપરાંત, રિમોટના કવરને ખોલીને તેના અંદરના સેન્સર અને સર્કિટ બોર્ડને કોઈ સાફ કોટન અથવા આસોપ્રોપિલ અલ્કોહોલથી સાફ કરી લો. ઘણા કિસ્સાઓમાં સામાન્ય સફાઈ અને નવી બેટરી નાખતા જ બંધ પડેલું જૂનું રિમોટ ફરીથી કામ કરવા લાગે છે. આ ઉપરાંત, કેટલાક જૂના આઈઆર (Infrared) રિમોટને અન્ય કમ્પેટીબલ ડિવાઈસ સાથે યુનિવર્સલ રિમોટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાઈ છે.

2. બાળકો માટે બની શકે છે શ્રેષ્ઠ ‘લર્નિંગ ટૂલ’

જો તમારા ઘરમાં નાના બાળકો છે, તો તમે સારી રીતે જાણતા હશો કે તેમને ઘરની ઈલેક્ટ્રોનિક ચીજો જેવી કે ટીવીનું રિમોટ, મોબાઈલ કે સ્વીચબોર્ડ સાથે છેડછાડ કરવાનું કેટલું પસંદ હોય છે. બાળકો અક્ષર અસલી રિમોટ હાથમાં લઈને તેના બટન દબાવવાની જીદ કરે છે, જેનાથી ઘણીવાર નવું રિમોટ પણ તૂટી જાય છે.

આવી સ્થિતિમાં જૂનું અને ખરાબ થઈ ચૂકેલું રિમોટ બાળકો માટે એક શાનદાર ‘લર્નિંગ ટૂલ’ સાબિત થઈ શકે છે. તમે બાળકોને અસલી રિમોટની જગ્યાએ આ જૂનું રિમોટ રમવા માટે આપી શકો છો. તેનાથી તેઓ નંબર અને રંગ ઓળખવાની ચીજો શીખી શકે છે અને ખુશ પણ રહે છે. હા, બાળકોને રિમોટ આપતી વખતે આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તેના અંદરના નાના પાર્ટ્સ કે જૂની બેટરી બહાર ન નીકળે, કારણ કે બાળકો તેને મોંમાં નાખી શકે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેટરી કાઢીને રિમોટના ઢાંકણને ટેપથી બંધ કરી દો.

- Advertisement -

Old TV Remote3. DIY ઈલેક્ટ્રોનિક્સ અને ક્રાફ્ટ પ્રોજેક્ટ્સમાં આવશે કામ

જો તમને અથવા તમારા ઘરના કોઈ બાળકને સાયન્સ, ક્રાફ્ટ કે DIY (Do It Yourself) ઈલેક્ટ્રોનિક્સ પ્રોજેક્ટ્સનો શોખ છે, તો જૂનું રિમોટ તમારા માટે કોઈ ખજાનાથી ઓછું નથી. તેના અંદર ઘણા એવા નાના-નાના પાર્ટ્સ હોય છે જે સ્કૂલ પ્રોજેક્ટ્સ કે પ્રયોગોમાં ખૂબ કામ આવે છે.

જૂના રિમોટના સર્કિટ બોર્ડને ખોલીને તમે તેમાંથઈ IR LED (ઈન્ફ્રારેડ એલઈડી), નાના રજિસ્ટર્સ, માઈક્રોસ્વિચ અને કનેક્ટિંગ વાયર્સ કાઢી શકો છો. આ ઉપરાંત, તેના અંદર લાગેલા નાના સર્કિટ બોર્ડને પણ રોબોટિક્સ કે બેઝિક ઈલેક્ટ્રોનિક્સ શીખવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. જે લોકો ટેક અને ગેજેટ્સના શોખીન છે, તેઓ તેના પાર્ટ્સ કાઢીને નવા ક્રિએટિવ પ્રોજેક્ટ્સ બનાવી શકે છે.

4. રબર બટન પેડનો કરો ‘નોન-સ્લિપ ગ્રીપ’ તરીકે ઉપયોગ

રિમોટની અંદર જે સૌથી કામની ચીજ હોય છે, તે છે તેનું રબરવાળું બટન પેડ (Rubber Button Pad). આ તે જ મુલાયમ રબરની શીટ હોય છે જેના પર ટીવીના બધા ચેનલ્સ અને વોલ્યુમના નંબરો લખેલા હોય છે. જ્યારે રિમોટ પૂરી રીતે ખરાબ થઈ જાય, તો તમે આ રબર પેડને કાઢીને તમારી પાસે રાખી શકો છો.

રબરની સામગ્રી ઉત્તમ પકડ પૂરી પાડે છે. તમે તેનો ઉપયોગ એવી ઘરગથ્થુ વસ્તુઓ માટે ‘નોન-સ્લિપ પેડ’ તરીકે કરી શકો છો જે વારંવાર ટેબલ કે કાઉન્ટરટોપ પરથી સરકી જાય છે. ઉદાહરણ તરીકે, તમે આ રબર પેડના નાના ટુકડા કાપીને તેને નાના ટેબલ લેમ્પ, ફોન સ્ટેન્ડ, શોપીસ અથવા સરકી પડવાની શક્યતા ધરાવતી અન્ય કોઈપણ નાની વસ્તુના તળિયે ચોંટાડી શકો છો. આનાથી વસ્તુ પોતાની જગ્યાએ મજબૂતીથી ટકી રહે છે.

જૂનું રિમોટ ફેંકતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

કોઈપણ જૂના ઈલેક્ટ્રોનિક સામાનને કચરામાં ફેંકતા અથવા તેનો ફરીથી ઉપયોગ કરતા પહેલા કેટલીક જરૂરી સાવચેતીઓ રાખવી જોઈએ. સૌથી પહેલા રિમોટની અંદર પડેલી જૂની બેટરીઓને તુરંત બહાર કાઢી લો. જો બેટરીઓ લાંબા સમય સુધી રિમોટની અંદર જ પડેલી રહે, તો તેમાંથી કેમિકલ લીક થવાનું જોખમ રહે છે, જે રિમોટ અને સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક હોઈ શકે છે.

એક નાનું રિમોટ ભલે તમને ખૂબ સામાન્ય અને નકામું લાગે, પરંતુ થોડું મગજ લગાવીને તમે તેનાથી ઘરના નાના-નાના કામ કાઢી શકો છો. તેનાથી ન માત્ર ઘરની નકામી ચીજો ઉપયોગમાં આવી જાય છે, પરંતુ ઈલેક્ટ્રોનિક કચરા (E-Waste) ને ઓછો કરવાની દિશામાં પણ તમારું એક નાનું અને જવાબદાર પગલું ચોક્કસ બને છે.

Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.