ગુજરાતમાં પણ હવે મુંબઈ,દિલ્હી જેમ ઘણા સમયથી ડ્રગ્સના કારણે અનેક યુવાનો નશાના રવાડે ચડી ગયા છે.ગુજરાતમાં દરિયાઈ માર્ગો થી કરોડો નો માલ આવે છે.વિદેશ માં રહેતા ડ્રગ્સના આરોપીઓ બિન્દાસ ફરી રહ્યા છે.અને ડ્રગ્સ ના વેપાર કરી રહ્યા છે.તેની પાછળ ભારત માં રહેતા પૈસા ના લાલચુ લોકો ને ડ્રગ્સ ના રવાડે ચડાઈ રહ્યા છે.પર હવે આને કાબુમાં રાખવા માટે પોલીસને પણ સેન્ટ્રલ એજન્સીની જેમ કામ કરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. તમામ પોલીસ ઇન્સપેક્ટરને આ માટે પોલીસ કમિશનર, NCB ટીમ દ્વારા ખાસ માર્ગદર્શન આપવમાં આવ્યુ છે.
શહેરને ડ્રગ્સ મુક્ત કરવા પ્રયાસો થઇ રહ્ય છે
અમદાવાદના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને તાજેતરમાં ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે ડ્રગના કેસોમાં વધુમા વધુ કડક કાર્યવાહી થઈ શકે અને આરોપીઓ બિલકુલ ભાગી ન શકે. NCB ના અધિકારીઓ તેમજ નિષ્ણાત વકીલો સાથે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની હાજરીમાં યોજાયેલા સેમિનારમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી. શહેરની મહત્વની એજન્સીઓ અને તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરો હાજર રહ્યા હતા. જેમાં માદક દ્રવ્યો સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેની માહિતી આપવામાં આવી હતી જેથી શહેરને નશોમુક્ત બનાવી શકાય અને તે દિશામાં પ્રયાસો કરી શકાય.
ક્રાઇમ બ્રાન્ચએ તાજેતરમાં એક ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે
તહેવારોને કારણે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. શહેર પોલીસ વાહન ચેકિંગ, હોટલ ચેકિંગ તેમજ ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યો પર નજર રાખવા માટે ખાસ એલર્ટ પણ હતી. CID ક્રાઇમ વિભાગે તાજેતરમાં એક ખાસ હેલ્પલાઇન શરૂ કરી છે. જેમાં ડ્રગ્સ વિશે માહિતી મળતા જ કાર્યવાહી કરવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. NCB રાજ્યના મુખ્ય શહેરોમાં ડ્રગ્સ માટે એલર્ટ પર છે જે સ્થાનિક પોલીસ અને ગુજરાત પોલીસની મુખ્ય એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે.
મુંબઈ ક્રુઝમાં NCB દ્વારા ડ્રગ્સ નશામાં પકડાયેલા આરોપીઓ જેમાં શાહરુખ ખાન નું પુત્ર આર્યન ખાન પણ હતો.અને ગુજરાતનો દરિયો પણ ઘણા સમયથી આંતરાષ્ટ્રી ડ્રગ તસ્કરી માટે હોટસ્પોટ બન્યું છે.ગુજરાત પર કેન્દ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.જે કોઈપણ ડ્રગ્સ ડિલિવર કરતા રિસીવ કરતા હોય તેના પર ખાસ વોચ રાખવા માટે આ વખતે એજન્સીઓ મેન્યુલ સ્પોર્ટની સાથે સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા છે.