વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મસ્જિદનું કામ ગેરકાયદે કામ ચાલી રહ્યું હતું .તે બાબતે ભાજપના કોર્પોરેટરે સભામાં રજૂઆત કરી હતી તે અંગે અજાણ્યા વ્યક્તિએ નીતિન દોંગાને ફોન કરી મારી નાખવાની આપી ધમકી કહ્યું કે ‘તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે’.આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા 7 દિવસની નોટિસ આપી છે.
કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામ મામલે રજુઆત કરી હતી
સામાન્ય સભામાં ભાજપના ચૂંટણી વોર્ડ નંબર -10 ના કાઉન્સિલર નીતિન દોંગાએ પ્રશ્ન કર્યો હતો કે તાંદલજામાં મસ્જિદનું બાંધકામ ગેરકાયદે હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ગેરકાયદે બાંધકામ તોડ્યું નથી. પાલિકા દ્વારા બે વખત નોટિસ આપ્યા બાદ પણ વધારાના બાંધકામને તોડી પાડવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. 24 મીટરના રસ્તાને રસ્તાથી 4 મીટરનું અંતર છોડવું પડે છે અને તેમાં કોઈ બાંધકામ થઈ શકતું નથી. છતાં મસ્જિદે 25 ફૂટ ઊંચી દીવાલનું બાંધકામ કરાયું હતું.
કાઉન્સિલરને ફોન કરીને ધમકી આપી
ગુરુવારે સાંજે એક અજાણી વ્યક્તિએ કોર્પોરેટર નીતિન દોંગાને ફોન કરીને ધમકી આપી કે,”તુમ મસ્જિદ ગીરાઓગે તો હમ તુમ્હે ગીરા દેગે” તેથી કોર્પોરેટરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે ગોત્રી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.