અમદાવાદીઓ માટે આવી રહી છે વધુ એક મુશ્કેલી. હાલ જનતા મોંઘવારીના માર માંથી ઊંચી નથી આવી રહી તો બીજી તરફ જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેમાં ભાવવધારા છે તે અટકવાના નામ નથી લઇ રહ્યા.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આજથી મીનીમમ રીક્ષા ભાડામાં 5 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો રીક્ષા ચાલાક વેલ્ફેર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. હવે રીક્ષા ચાલકો મીટરથી નહિ પરંતુ ઉચ્છક ભાડું વસૂલશે. તેમજ આ બાબતે આજે ગુજરાત રીક્ષા ચાલક વેલ્ફેરના પ્રમુખની વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક પણ થવાની છે.
તેમજ એસોસિએશન દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે આ બેઠકમાં જો તેમની સાઈડમાં નિર્ણય નહિ આવે તો આગામી સમયમાં આખા ગુજરાતના રીક્ષાચાલકો ભેગા મળી એક મોટા પાયે હડતાળ કરશે.
CNGમાં જે સતત ભાવ વધારો થઇ રહ્યો છે તેનાથી તમામ રીક્ષાચાલકો હાલ પરેશાન થઇ ગયા છે તેમનું માનવું છે કે એક તરફ CNG નો ભાવ વધતો રહે અને બીજી બાજુ રીક્ષા ભાડામાં વધારો ન કરવામાં આવે તો તેમને આ ધંધામાં ફક્ત ખોટનો સામનો કરવો પડે છે. તેમનું માનવું છે કે રિક્ષાચાલક કોઈ મોટો વેપારી નથી માટે સરકારે તેમની તરફ ધ્યાન દોરવું જોઈએ અને તેમની અને તેમના પરિવારોની સવલતોને ધ્યાન માં રાખી સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય ક્યારે લેવાશે તેની રાહ આ તમામ રિક્ષાચાલકો જોઈ રહ્યા છે.
માટે કહી શકાય છે કે રિક્ષાચાલકો અને સરકારની આ વાર્તાલાપમાં જે આમ જનતા છે તેના માથે ફરી એક વાર મોંઘવારીનો ટોપલો ઓઢાડવામાં આવશે તેવું દેખાય રહ્યું છે.