સૈખોમ મીરાબાઇ ચાનુએ વર્લ્ડ વેટલિફ્ટિંગ ચૈમ્પિયનશિપમાં રેકોર્ડ પ્રદર્શન કરતા 194 કિલોગ્રામમાં વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધી મેળવનારી મીરાબાઇ ચાનું બીજી ભારતીય મહિલા ખેલાડી છે. આજથી 22 વર્ષ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ ભારત તરફથી પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અમેરીકાના અનાહિમમાં આયોજીત વર્લ્ડ ચૈમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ વર્ગમાં ભાગ લેનાર ચાનુએ 85 કિલોગ્રામ વર્ગથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ 109 કિલોગ્રામ ભાર વર્ગમાં તેણે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. મિરાબાઇ ચાનુ પહેલા કર્ણમ મલ્લેશ્વરીએ 1994માં ઓલિમ્પિકમાં કાસ્ય પદક અને 1995માં વિશ્વ ચૈમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી હતી. પોડિયમમાં ઉભા રહીને તેણે ભારતીય ત્રીરંગાની શાન વધારી હતી. થાઇલેન્ડની સુકચારોન તુનિયાએ સિલ્વર મેડલ અને ઇરીસે કાસ્ય પદક જીત્યો હતો. તમને જણાવી દઇએ કે ડોપિંગને કારણે રૂસ, ચીન, કજાકસ્તાન, ઉક્રેન અને અદરબૈજાન જેવા દેશો ભાગ લઇ શક્યા ન હતા.