અમદાવાદમાં દિવાળી તહેવારમાં ફટાકડાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવ બનતા હોય છે.જેમાં આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં આગ લાગવાના બનાવ સામે આવ્યા છે.અમદાવાદમાં 24 કલાકમાં ફાયર વિભાગન 80 કોલ આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં દિવાળી તહેવાર દરમિયાન લોકોમાં ફટાકડા ફોડવાના ઉત્સાહ જોવા મળે છે.તેજ ઉત્સાહની સાથે ધ્યાન રાખવું જોઈએ કે નુકસાન ન થાય.આવામાં દિવાળીના દિવસે જ અમદાવાદમાં ઘણી જગ્યાએ આગ લાગવાના ફાયર વિભાગને કુલ 80 ફોન કોલ આવ્યા હતા.
અમદાવાદના ફાયર વિભાગના દેતા મુજબ તેમને 80 કો આવ્યા છે.દિવાળી પહેલા જ ફાયર વિભાગ એલર્ટ રહે છે.ફાયર વિભાગની ટીમને સવારના 6 વાગ્યા થી રાતના 10 વાગય સુધી કુલ 25 કોલ આવ્યા હતા.જોકે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી તેમણે 55 થી વધારે કોલ આવી ચુક્યા હતા.24 કલાકમાં 78 જગ્યા આગ લાગવાના બનાવ સામે આવ્યા હતા.
16 સ્થળોએ મકાનોમાં આગ લાગી હતી
આ આગના બનાવોમાં 16 સ્થળે મકાનોમાં આગ લાગી હતી.જ્યારે 59 જગ્યાએ કચરામાં આગ લાગવાના કોલ આવ્યા હતા.આની સાથે સાથે મેજર આગ લાગવાના બનાવ 3 સામે આવ્યા હતા.મોટેરા દબાણ ખાતે આગ લાગવાથી ફાયર બ્રિગેડની 8 ગાડીઓ,ઓઢવમાં જય કેમિકલ ખાતે 4 ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગતા 8 ગાડીઓ પહોંચી હતી.