અમદાવાદ શહેરમાં આવેલા કાંકરિયા થયું સ્ટેડિયમની જેમ ઝગમગતું. કાંકરિયા તળાવ એટલે અમદાવાદની શાન કહેવાય છે.85 માળની બિલ્ડીંગ પરથી કાંકરિયા એવું નજર આવે છે કે સ્ટેડિયમનો અહેસાસ કરાવે છે.એવી ઝગમગતી લાઈટોથી ચમકતું આ કાંકરિયા સ્ટેડિયમ ખુબ જ સુંદર લાગે છે.
કાંકરિયા તળાવ એટલે કે અમદાવાદ જ નહિ ગુજરાતની શાન છે.પણ તમે ક્યારેય વિચાર્યું કે કાંકરિયા તળાવ પાસે 50 માળની બિલ્ડીંગ હોય ત્યાંથી કેવું લાગતું હશે? તમને જણાવીએ કે કાંકરિયા તળાવ ડ્રોન વ્યુથી લીધેલા ફોટોમાં સ્ટેડિયમનો અહેસાસ કરાવે છે.રંગબેરંગી લાઈટોથી ઝગમગતું આ કાંકરિયા સ્ટેડિયમ.આ ડ્રોન વ્યુને જોતા જ પહેલી નજરે તેના પર પ્રેમ થઇ જાય.લોકો ફરવા માટે પણ કાંકરિયા પસંદ કરે છે.હાલમાં દિવાળીના તહેવારને લઈને ખુબ જ સુંદર દ્રશ્યો મોવા મળે છે.તહેવારની ભીડ ભારે જોવા મળી છે.અત્યારે કાંકરિયા તળાવમાં પગ મુકવાની પણ જગ્યા નથી.બીજા અન્ય શહેરોથી પણ લોકો ફરવા માટે કાંકરિયા આવે છે.
કાંકરિયા તળાવનો આવા દ્રશ્યો તમે ક્યારેય નહિ જોયો હોય.850 ફૂટ ઉપરથી લીધેલા ફોટા જુઓ કેટલા સુંદર લાગે છે.કાંકરિયાની નગીનાવાડી રણબેરંગી લાઈટ અને દીવડાઓથી ખુબ જ ઝગમગતી લાગે છે.રાતના 1 વાગ્યા સુધી પણ રોડ ધમધમતા લાગે છે.કાંકરિયા સહીત મણિનગર,ઇસનપુર જેવા અનેક વિસ્તારો ઝગમગતા લાગે છે.