અમદાવાદ શહેરમાં પતિ અને પત્નીના પવિત્ર સંબંધોને ડુબાવતી ઘટના સામે આવી છે. જેમાં દારૂની ખરાબ લતમાં પડેલા પતિએ પોતાનું જ ઘર તોડ્યું પત્નીના જ પૈસા પર જીવતો બેરોજગાર પતિ તેના જ પૈસાથી દારૂ પીને તેની સાથે મારઝુડ અને ગાળાગાળી કરતો. જોકે બાળકોના ભવિષ્ય માટે પત્ની વર્ષો થી આ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરતી હતી. લગ્નના 16 વર્ષ સુધી પતિના ત્રાસ સહન કર્યા બાદ આખરે તેણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં રહેતી નિધિ (નામ બદલ્યું છે)ના લગ્ન 2005માં શાહીબાગના બી.એસ.સી થયેલા રાકેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન બાદ નિધિ એ બે બાળકોને જન્મ આપ્યો. નિધિના પતિ રાકેશ સરકારી નોકરીની તૈયારી કરતો હતો. વર્ષ 2011માં નિધિની સરકારી નોકરી લાગી હતી જોકે પતિએ 2016 સુધી સરકારી નોકરીની તૈયારી કરી પણ નોકરી ન લાગતા દારૂ પીવાની ટેવ શરૂ કરી દીધી. કોઈ કામ ધંધો ન કરનારો રાકેશ તેની પત્ની તથા પિતાની પેન્શનની આવક પર જ જલસા કરતો હતો .નિધિએ પતિને આત્મનિર્ભર બનવા બેંકમાંથી લોન લઈને રેસ્ટોરન્ટ પણ ખોલી આપ્યો હતો પરંતુ વહેમીલા પતિએ તેમ છતાં પણ મારઝૂડ કરતો હતો.
નિધિને સરકારી નોકરી હોવાથી તેની બદલી સુરેન્દ્રનગર થઈ હતી. આથી તે ત્યાં રહેતી અને રજાઓમાં પોતાના ઘરે આવતી હતી. વર્ષ 2019માં નિધિને જાણ થઈ કે તેનો પતિ ઘરમાં સ્ત્રીઓ અને તેના મિત્રોને એકાંતમાં બોલાવતો હતો. જ્યારે તેણે આ વિશે તેના પતિને કહ્યું,તો તેના પતિએ કહ્યુકે ‘આ મારા મિત્રો નથી પણ દુશ્મનો છે અને હું તેમને આવીરીતે ઘરમાં બોલાવીને તેમના વિડીયો ઉતારીને બદલો લેવાનો માંગુ છું ‘ એમ કહીને તેણે નિધિને તેના મિત્રોના અભદ્ર વીડિયો પણ બતાવ્યા. જેથી નિધિએ પતિને આમ ન કરવાની સલાહ આપતા તેની સાથે ઝગડો કર્યો..
આ ઘટના પછી રાકેશ નિધિના ઓફિસમાં કોઈની સાથે લફડું હોવાનો શક રાખી બોલાચાલી કરતો. તેની જાણ બહાર ફોન ચેક કરતો, ઓફિસમાં કોઈ પુરુષ સાથે વાત કરતા જુએ તો પણ સવાલો પૂછતો. જોકે દિવાળીના તહેવારમાં નિધિ ઘરે આવતા એક દિવસ તેનો પતિ રાત્રે દારૂ પીને ઘરે આવ્યો અને કહેવા લાગ્યો, ‘તારું કોઈની સાથે લફરું છે અને તે મને બદનામ કરી નાખ્યો છે,તારી ઓફીસમાં આ વાત જાણે છે.’ નિધિએ તેના પતિને સમજાવવાનો પ્રયત્ન કરતા તેને જાહેરમાં લાફો મારી દીધો. તેની સાથે મોટો ઝઘડો કર્યો હતો. આ વાતની જાણ તેના સાસુ-સસરાને થઈ જતા તેમણે તેમના દીકરાને ઠપકો આપ્યો હતો, જે વાત મનમાં રાખીને તેનો પતિ વારંવાર મારઝૂડ અને ગાળાગાળી કરતો હતો.
આજ રીતે રાત્રે બીજા દિવસે પણ દારૂ પીને રાકેશ નિધિ સાથે બબાલ કરી સવારમાં નશો ઉતરતાંજ નિધિ પાસે માફી માંગી. ફરીથી રાકેશે ભાઈબીજના દિવસે દારૂના નશામાં આવીને નિધિને ફોન કર્યો અને કહ્યું કે તને છૂટાછેડા નહિ આપું અને તારું જીવન બરબાદ કરી નાખીશ અને નોકરી પણ નહિ કરવા દઉં તને બદનામ કરી દઈશ 2019માં તે મને બદનામ કર્યો હતો.ને હું પણ તને બદનામ કરી નાખીશ અને તારી જોડેથી બદલો વાળીશ 16વર્ષ પુરા થયા છતાં પણ શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે નિધિએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.