અરવલ્લી મોડાસામાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારીએ ગાંધીનગરની મહિલા અધિકારીને ફોટા અને વિડિઓ મોકલતો હોવાનો મામલો સાયબર ક્રાઇમ સુધી પહોંચ્યો છે.અમદાવાદ સાયબર ક્રાઇમે પ્રાંત અધિકારીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા ખેડાના રહેવાસી મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમે અટકાયત કરતાં અરવલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પ્રાંત અધિકારી છેલ્લા એક વર્ષથી ગાંધીનગર જિલ્લામાં ફરજ પરના વર્ગ-2ની મહિલા અધિકારીને ફોટા અને વિડીયો મોકલીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો.
આ હિલચાલ એક વર્ષથી ચાલી રહી હતી અને મહિલા અધિકારીએ તેના પતિ અને પરિવાર સાથે આ અંગે વાત કરી હતી. જેથી મહિલા અધિકારીના પતિ અને પરિવારજનોએ પણ પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો. જોકે, અધિકારીએ કોઈની વાત ન સાંભળી અને મનસ્વી રીતે ફોટા અને વીડિયો મોકલતા રહ્યા. કંટાળીને મહિલા અધિકારીએ અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો અમદાવાદ સાયબર ક્રાઈમે મોડાસાના પ્રાંત અધિકારીની ધરપકડ કરી અમદાવાદ લઈ ગયા.આરોપી પાસેથી ડિજિટલ પુરાવા મળી આવ્યા છે.પ્રાંત અધિકારી દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તપાસના અંતે વધુ ખુલાસા થવાની અપેક્ષા છે. સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ થયો છે.