અમદાવાદ શહેરમાં યાવતીના છેડતીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે.એવો જ એક બનાવ સામે આવ્યો છે.અમદાવાદમાં નોકરી કરવા જતી યુવતી સાથે યુવકને એકતરફી પ્યાર થયો હતો.જેથી તે યુવતીને રોજ પરેશાન કરતો અને એની સાથે સબંધ રાખવાનો કહેતો હતો.પણ યુવતી તેની સાથે સબંધ રાખવાનું ઇન્કાર કર્યું હતું.છતાં પણ તે યુવક ન માનતા યુવતી ઘરેથી નોકરી જવા નીકળતી ત્યારે આ યુવક તેનો પીછો કરતો અને યુવતીને માનસિક રીતે હેરાન કરતો હતો.યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તાપસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતી પરિવાર સાથે રહે છે.પરિવારની મદદ કરવા માટે તે નોકરી કરે છે.યુવતીના વિસ્તારનો એક યુવક યુવતીના પ્રેમમાં ગાંડો થયો છે.તેની સાથે સબંધ રાખવાનો દબાણ કરતો અને વારંવાર જાહેરમાં રસ્તા પર છેડતી કરતો હતો.
યુવતી આ યુવકની હરકતોથી કંટાળીને નોકરી છોડી દીધી હતી. સમાજમાં તેના માતા-પિતાની છબી ખરાબ ન થાય તે માટે તેણે આ બાબતની જાણ પણ કરી ન હતી.યુવતી સવારે પાંચ વાગ્યે રિવરફ્રન્ટથી મોર્નિંગ વોક માટે ઘરે જઈ રહી હતી. ત્યારબાદ સચિન ત્યાં જતો રહ્યો હતો. 2 નવેમ્બરના રોજ યુવક પારધી પણ યુવતીની પાછળ રિવરફ્રન્ટ ગયો હતો.
રિવરફ્રન્ટ પર ચાલી રહેલી યુવતીને ઊભી રાખીને યુવકે તેની સાથે પ્રેમ કરવા કહ્યું. પરંતુ જ્યારે યુવતીએ ના પાડી ત્યારે તે ગુસ્સે થયો હતો.અને તે માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કરતો હતો. આખરે આ યુવતીએ આ બાબતની જાણ તેના માતા-પિતાને કરી હતી.માતા-પિતાએ તેની વાત સાંભળી અને તેને પ્રોત્સાહન આપ્યું. બાદમાં તે પોલીસ સ્ટેશન ગઈ અને તે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.