દિવાળીના તહેવારની ઉજવણીની માટે નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે. વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કરી દીધાં છે. શહેરીજનો પણ કોરોનાનો કંટાળો દૂર કરી ને બહાર ફરીને પરત આવતા જ. ત્યારે શહેરને નવા વર્ષમાં નવા વિકાસ કામોની ભેટ મળવામાં આવી રહી છે. જેમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનેલ સાબરમતી નદી પરનો ફૂટ ઓવરબ્રિજ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તે ઉપરાંત વસ્ત્રાલમાં નવો ઓડિટોરિયમ હોલ પણ તૈયાર થઈ ગયો છે. જ્યારે યુવાનો માટે શાહપુર રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટ્સ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારને પશ્ચિમ સાથે જોડતા સાબરમતિ રિવરફ્રન્ટનો ફૂટ ઓવરબ્રિજ જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે શહેરના એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે તૈયાર થયેલા 300 મિટરના આઈકોનિક બ્રિજના બાંધકામની કામગીરી પૂર્ણ થઈ હવે બ્રિજના ફ્લોરિંગ, લાઈટિંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. સુત્રો અનુસાર જાન્યુઆરીમાં આ બ્રિજ તૈયાર થઈ જશે. બ્રિજ ઉપરથી મન મોહી લેતો આ નજારો જોવા લાયક બન્યો છે જેના માટે મુલાકાતીઓએ કિંમત ચૂકવવો પડશે. ફૂટઓવર બ્રિજ પર આર્ટકલ્ચર ગેલરી ઊભી કરાશે. ખાણી-પીણીના સ્ટોલ ઊભા કરાશે અને ફૂટઓવર બ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટીલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી.
શહેરના વસ્ત્રાલમાં એક હજાર સીટની વ્યવસ્થા સાથેનો નવો ઓડિટોરિયમ હોલ બનાવવાની કામગીરી પુર જોશમાં ચાલી રહ્યું છે. આગામી માર્ચ મહિના સુધીમાં આ કામગીરી પૂરું થઈ જશે. શહેરના પૂર્વ વિસ્તારના રહિશોને આ ઓડિટોરિયમ હોલનો લાભ લેવા મળશે 44.47 કરોડના ખર્ચે તૈયાર થનારા ઓડિટોરિયમ હોલમાં મોટરાઈઝ્ડ ઓટોમેટિક સ્ટેજ લાઈટિંગ બાર નંગ-6, ત્રણ નંગ સ્ક્રિન સાથે 4 નંગ લેસર પ્રોજેક્શન કોમન એરિયા માટે પી.એ. મ્યુઝિક સિસ્ટમ સહિતની આધુનિક સુવિધાઓ આ ઓડિટોરિયમમાં હશે.
સાબરમતિ રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે શાહપુરમાં રમતગમત માટેની સુવિધાઓ પુરી પાડવા માટે સ્પોર્ટ્સ પાર્કપણ ઉભો કરાયો ચિ. આ પાર્કમાં ટેનિસ, ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલની સુવિધાઓ કરવામાં આવી આ ઉપરાંત જિમ્નેશિયમ અને જોગિંગ ટ્રેકની પણ સુવિઘાઓ ઉપલબ્ધ છે. તેની સાથે 8472 ચો.મીના વિસ્તારમાં સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરાયો છે. નવા વર્ષમાં આ સ્પોર્ટ્સ પાર્ક ખુલ્લો મુકાશે.
રિવરફ્રન્ટ ફેઝ-2માં રિવરફ્રન્ટ પૂર્વના 12.5 કિ.મી.માં 5.8 કિ.મી.નો ઉમેરો કરી પશ્ચિમમાં 13.5 કિ.મી.માં 5.2 કિ.મી.નો વધારો કરાશે. ઇન્દિરાબ્રિજ સુધી બંને કિનારા થઇને આશરે 15.5 કિ.મી. જેટલો પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત લંબાવવાનો નક્કી કરવામાં આવ્યું છે, જેથી બંને બાજુ થઇને લંબાઈ હવે કુલ 34 કિ.મી. થશે. નદીની બંને બાજુ સ્ટેપિંગ પ્રોમેનાડ, રોડ નેટવર્ક, એક્ટિવ ગ્રીન પાર્કસ તથા રેસિડેન્સ અને કોમર્શિયલ પ્રકારનાં વિકાસનાં કાર્યોનો સમાવેશ થશે. રિવરફ્રન્ટ ફેઝ-2 વધારે હરિયાળો બનાવવા માટે એમાં નદીના બંને કાંઠે ગ્રીન પટ્ટા અલગ અલગ લેવલ પર વૃક્ષોનું વાવેતર, ચિલ્ડ્રન પ્લે એરિયા, ફૂડ પ્લાઝા, આર્ટ અને કલ્ચર, સ્વાસ્થ્ય માટે તેમ જ લોકો માટે જુદા જુદા લેવલ પર સીંટિંગ એરેન્જમેન્ટ વગેરે સુવિધાઓ કરવામાં આવશે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારોમા મોટી ઈમારતોના બાંધકામ બાબતમાં વગેરે ડેવલપર્સના અભિપ્રાય કરતા એજ્યુકેશનલ ઈન્સ્ટીટયૂટ સહિત કુલ 29 જેટલી કંપનીઓએ આ પ્રકારના પ્રોજેકટમાં રસ બતાવ્યો હતો. 93.4 મીટરની ઊંચાઈ ધરાવતાં જે બિલ્ડિંગો રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં બનશે એમાં 22 માળ હશે. દરેક માળ 4.3મીટરની ઊંચાઈવાળા હશે. નિર્માણ પામનારા બહુમાળી બિલ્ડિંગો પૈકી એક બિલ્ડિંગમાં મોલ અને બીજા બિલ્ડિંગમાં એજ્યુકેશનલ ઈન્સ્ટિટયૂટ બનાવાશે, એમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગોમાં પ્લોટની સાઈઝને ધ્યાનમાં રાખીને એફ.એસ.આઈ. પણ આપવામાં આવશે.