ગાંધીનગર
જે રીતે છેલ્લા બે મહિનામાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં હજારો કિલોની માત્રામાં નશીલા પદાર્થો ઝડપાઇ રહ્યાં છે એ જોતા સૌ કોઈને મનમાં એક સવાલ થઇ રહ્યો છે કે શું ગુજરાત ડ્રગ ટ્રાફિકિંગનો એક ‘સિલ્ક રૂટ’ બનાવ તરફતો નથી જય રહ્યું ને? સિલ્ક રૂટ એટલે એક એવો રસ્તો જે ટ્રાફિકિંગ માટે, ટ્રાંન્સપોર્ટેશન માટે મખમલની માફક સુંવાળો હોય.

10મી નવેમ્બર 2021ના રોજ દ્વારકા અને સુરત ખાતેથી 66 કિલોથી વધુ નશીલો પદાર્થ પકડાયો છે. લગભગ ત્રણ વર્ષ પહેલા ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાની ડ્રગ ટ્રાફિકરો પાસેથી સલાયા અને પોરબંદર ખાતે થી 1450 કિલોનું કોકેઈન પકડી પાડવામાં આવ્યું હતું. એ જ ગાલ દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પણ કોકેઈન ઝડપાયું હતું . ત્યાર બાદ લગભગ 100 કિલો કોકેઈન પણ પોરબંદરથી જ પકડાયું હતું જેના ટ્રાફિકરો ઇરાનિયન હતા.

જાન્યુઆરી 2020માં પણ ગુજરાત કોસ્ટગાર્ડે 175 કિલો નશીલા પદાર્થને તેમજ એપ્રિલ 2020માં 150 કિલો નશીલા પદાર્થને પકડી પડ્યો હતો. આ નશીલા પદાર્થના ગુજરાતમાં ઘૂસાડવાનો પ્રયાસ કરનારા તમામ લોકો પાકિસ્તાનીઓ હતા. ત્યાર બાદ તાજેતરની વાત કરીયે તો મુન્દ્રા ખાતેના અદાણી પોર્ટથી 3 હજાર કિલો હેરોઇન કે જે રૂ. 21 હજાર કરોડની કિંમતનું થાય છે, પકડવામાં આવ્યું. સાથે એ પણ ખબર પડી કે આવા બે કન્સાઇન્મેન્ટ અગાઉ આવી ચુક્યા હતા જે પકડી શકાય નથી.

ગુજરાતના નવા નક્કોર ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા 55 દિવસોમાં 5,756 કિલો ડ્રગ પકડાયું છે જેની કિંમત રૂ. 245 કરોડ થાય છે. 90 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એમ સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે ગુજરાત જો તંત્ર ઢીલું રહેશે તો ડ્રગ ટ્રાફિકિંગ માટેનો નવો ‘સિલ્ક રૂટ’ બની જશે.

એનસીબીનું મુખ્ય કામ નશીલા પદાર્થોની ઘુસપેઠ થતી રોકાવાનું, કરનારા લોકોને પકડી પાડવાનું છે. આ સ્થિતિમાં લગભગ છેલ્લા 19 મહિનાથી એનસીબીના ડાયરેક્ટરની પોસ્ટ પણ ખાલી પડી છે ત્યારે સરકારની ઇચ્છાશક્તિ સામે પણ લોકોમાં સવાલ ઉભો થી રહ્યો છે કે તંત્ર ડ્રગ ટ્રાફિકિંગને રોકવા માટે કેટલું ગંભીર છે?