કોરોના ઘટતા જ પ્રવાસના સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ રેલવે તરફથી અનેક પ્રકારના ટુરિસ્ટ પેકેજ આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી રેલવે તરફથી ગુજરાત માટે કોઈ ખાસ પેકેજ જાહેર નથી કર્યું. પરંતુ હવે ઉંધી ગંગા વહેતી જોવા મળી રહી છે. બીજા રાજ્યોના પ્રવાસીઓ માટે ગુજરાતના ધાર્મિક તથા અન્ય પ્રવાસન સ્થળો માટે રેલવે દ્વારા એક નવું પેકેજ ભાર પડ્યું છે દક્ષિણ ભારતના વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ગુજરાત દર્શન માટેનું ખાસ પેકેજ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યું.
રેલવેના ડેપ્યુટી જનરલ મેનેજર કિશોર સત્યાએ જણાવ્યું કે રેલવે વિભાગે ગુજરાતના ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે વિશેષ ટુરિસ્ટ ટ્રેન શરૂ કરી દીધી છે. આ ટ્રેન વિજયવાડા અને વિશાખાપટ્ટનમથી ઉપડશે. 10 દિવસનું આ ટુર પેકેજ આગામી 27નવેમ્બરથી શરૂ થશે. આ પેકેજમાં રેલવેમાં સ્લીપર ક્લાસ અને થ્રી ટાયર AC કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટુરમાં સોમનાથ, દ્વારકા, અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળોને આવરી લેવામાં આવ્યાં છે. આ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારા ટુરિસ્ટો એલ્લુરુ, વિજયવાડા, રાજામુંદ્રી, સમાલકોટ, તુની અને વિશાખાપટ્ટનમથી ટ્રેનમાં આરામથી બેસી શકાશે.
રેલવે તરફથી આ ટુર માટે 9 દિવસ માટે 10 હજાર 500 રૂપિયા સ્લીપર ક્લાસ અને 17 હજાર 340 રૂપિયા થ્રી ટાયર AC કોચ માટેનો ટીકિટ દર નક્કી કરવામાં આવ્યો તે ઉપરાંત રાત્રિ રોકાણ માટે હોલ, લૉજ, ડોરમેટરીમાં સમૂહમાં રહેવાનું રહેશે. કમ્ફર્ટ કેટેગરીના બજેટમાં ( થ્રી ટાયર AC કોચ) હોટેલમાં રોકવાવાળા ને સવારે ફ્રેશ થવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત તમામ મુસાફરોને સવારની ચા કોફી, નાશ્તો, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન અને એક લીટરની પાણીની બોટલો આપવામાં આવશે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળક માટે કોઈ ભાડું નહીં લેવામાં આવે પરંતુ 4 વર્ષથી વધારે ઉંમરના બાળક માટે ચુકવવાનું રહશે 18 કે તેથી વધુ વય જૂથના મહેમાનો માટે કોવિડ વેક્સીન લેવી ફરજિયાત રહેશે
‘જુઓ બોર્ડિંગ પોઇન્ટસો ”
વિજયવાડા, એલ્લુરુ, રાજામુન્દ્રી, સમલકોટ, તુની, વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ, શ્રીકાકુલમ રોડ, પલાસા, બ્રહ્મપુર, ગંજમ, બાલુગાંવ, ખુર્દા રોડ, ભુવનેશ્વર, કટક, તાલચેર રોડ, અંગુલ, સંબલપુર, ઝારસુગુડા, રાજપુર, બિલાસપુર ગોંદિયા અને નાગપુર
.
જુઓ ડીબોર્ડિંગ પોઇન્ટસો ;
નાગપુર, ગોંદિયા, રાજનાંદગાંવ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, સંબલપુર, અંગુલ, તાલચેર રોડ, કટક, ભુવનેશ્વર, ખુર્દા રાઓડ, બાલુગાંવ, ગંજમ, બ્રહ્મપુર, પલાસા, શ્રીકાકુલમ રોડ, વિઝિયાનાગ્રામ, વિશાખાપટ્ટનમ, તુલા રાજામુન્દ્રી , એલુરુ, વિજયવાડા