ગુજરાત સરકારે 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 5 સુધી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સમિતિના અભિપ્રાય બાદ કેબિનેટની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે.પરંતુ શિક્ષણ વિભાગની સમિતિની ભલામણ મુજબ પ્રાથમિક શાળાના બાળકોને અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ પ્રાથમિક શાળામાં ભણાવી શકાશે.

હવે રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીની બાકીની શાળાઓ શરૂ કરવા માટે સરકાર ગંભીર બની રહી છે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગે 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી ધોરણ 5 સુધીનું શિક્ષણ શરૂ કરવાની કવાયત શરૂ કરી છે. કમિટીએ શિક્ષણ વિભાગને આપેલા સૂચનો અને ભલામણો અનુસાર અઠવાડિયામાં 6 દિવસને બદલે 4 દિવસ બાળકોને શિક્ષણ આપવામાં આવશે. પરંતુ આ અંગે આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ આખરી કાર્યવાહી કરશે.

છેલ્લા બે વર્ષથી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે
રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા બે વર્ષથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે.ઓનલાઇન શિક્ષણથી બાળકો પણ કંટાળી ગયા છે.સાથે સાથે બાળકોને ઘરેથી સારું શિક્ષણ પ્રાપ્ત ન થાય જે શાળાઓ આવવાથી શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેવા સમયે શિક્ષણ વિભાગે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.ઓનલાઈન શિક્ષણ ઉપલબ્ધ છે. વર્ષ, વર્ગ શિક્ષણ હવે 1 ડિસેમ્બરથી શરૂ થાય તેવી શક્યતા છે.