દેશનો પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજ નવા રૂપમાં બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે આનો લોકાર્પણ કરશે. હબીબગંજ સ્ટેશનનું નામ બદલવાની પણ તૈયારી છે. હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ હવે રાની કમલાપતિ રાખવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મોકલ્યો છે. રાજ્યના પરિવહન વિભાગે શુક્રવારે મોડી રાત્રે ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલ્યો છે.
આમાં કહેવામાં આવ્યું છે કે, 16મી સદીમાં ભોપાલ ક્ષેત્ર ગોંડ શાસકોના નેજા હેઠળ હતો. રાની કમલાપતિએ પોતાના જીવનભર બહાદુરી સાથે અતિક્રમણકારીઓનો સામનો કરવામાં આવ્યો હતો. નવા બનેલા આ રેલવે સ્ટેશન પર હવે યાત્રીઓને શોપિંગ કોમ્પલેક્સ, હોસ્પિટલ, મોલ, સ્માર્ટ પાર્કિંગ, હાઈ સિક્યોરિટી સહિત અનેક આધુનિક સુવિધાઓ મળશે.
કેવી રીતે પડ્યું નામ
અરબી ભાષામાં હબીબનો અર્થ મનોહર અને સુંદર થાય છે. ભોપાલના નવાબની બેગમે અહીંની લીલોતરી અને તળાવોના વચ્ચે વસેલા આ ગામનું નામ હબીબગંજ રાખ્યું હતુ.
1947માં આઝાદી પછી ભારતીય રેલવેનો 55 હજાર કિલોમીટરનો નેટવર્ક હતો. 1952માં રેલ નેટવર્કને એડમિનિસ્ટ્રેટિવ પર્પજ માટે 6 ઝોનમાં ડિવાઈડ કરવામાં આવ્યો. તે પછી અનેક સ્ટેશન બનાવવામાં આવ્યા. જેમાં હબીબગંજ પણ સામેલ હતો. હબીબગંઝ રેલવે સ્ટેશનનું નિર્માણ 1979માં કરવામાં આવ્યો હતો.