મહારાષ્ટ્રના અમરાવતીમાં શુક્રવારે થયેલી હિંસા અને પથ્થરમારાના વિરોધમાં બીજા પક્ષ તરફથી આજે શહેર બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાના શહેરના રાજમકલ ચોક અને ગાંધી ચોક પર હજારોની સંખ્યામાં લોકો રસ્તાઓ ઉપર ઉતરીને પ્રદર્શન કરી રહ્યાં હતા, તે દરમિયાન કેટલાક લોકોએ સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કરી દીધો. તે પછી ટોળાને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો છે. આમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા હોવાની જાણકારી મળી રહી છે.
હાલમાં પથ્થરમારો થઈ રહ્યો છે અને પોલીસ તેને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે. ટોળાને જોતા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ ફોર્સને શહેરમાં બોલાવવામાં આવી રહી છે. ત્રિુરામાં થયેલા સામ્પ્રદાયિક દંગાઓના વિરોધમાં મહારાષ્ટ્રના અનેક શહેરોમાં શુક્રવારે મુસ્લિમ સંગઠનોએ બંધની જાહેરાત કરી હતી. રજા એકેડમી નામની સંસ્થા આમાં સક્રિય રૂપથી સામેલ હતી. આ દરમિયાન નાંદેડ, માલેગાંવ અને અમરાવતીમાં હિંસા જોવા મળી હતી.
આ હિંસામાં અનેક ગાડીઓમાં તોડફોડ થઈ હતી. સાથે જ એક ડઝન પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, જેમાં બે પોલીસ કર્મચારીઓ પણ સામેલ છે. હિંસક ટોળાને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
ગઈ કાલે અમરાવતીના કેટલાક વિસ્તારોમાં થઈ હતી હિંસા
શુક્રવારે એક સમુદાય તરફથી જાહેર કરેલા બંધ દરમિયાન અમરાવતીના જયસ્તંભ ચૌક, માલવિય ચૌક, ઓલ્ડ કોટન માર્કેટ રોડ, ઈરવિન ચૌક, ચિત્રા ચૌક, પ્રભાત ચૌક અને ચૌધરી ચૌકથી રેલી જિલ્લાધિકારી કાર્યાલય પહોંચી હતી. આ રેલીના રસ્તામાં પડતી કેટલીક દુકાનોમાં તોડફોડ અને લૂટફાટની ફરિયાદ નોંધાવામાં આવી છે.