રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે NSA અજીત ડોભાલે કહ્યું છે કે, બદલાતા સમયમાં કોઈપણ દેશ વિરૂદ્ધ યુદ્ધ કરવાની પદ્ધતિઓ પણ બદલાઈ ગઈ છે. યુદ્ધના નવા હથિયારના રૂપમાં સિવિલ સોસાયટી એટલે સમાજને નષ્ટને કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ડોભાલે હૈદરાબાદમાં પ્રોબેશનરી IPS અધિકારીઓના દીક્ષાંત સમારંભમાં આ વાત કરી હતી.
ડોભાલે કહ્યું, રાજકીય અને સૈનિક હેતુ મેળવવા માટે યુદ્ધ હવે વધારે અસરદાર રહ્યું નથી. અસલમાં યુદ્ધ ખુબ જ મોંઘા હોય છે, દરેક દેશ તેને એફોર્ડ કરી શકે નહીં. તેના પરિણામો અંગે પણ હંમેશા અનિશ્ચિતતા જ રહે છે. એવામાં સમાજને વહેંચીને (ભાગલા પાડીને-વિભાજીત કરીને- વિભિન્ન સમાજના લોકો વચ્ચે નફરત ફેલાવવી) અને ભ્રમ ફેલાવીને દેશને નુકશાન પહોંચાડી શકાય છે.
લોકોને ટાર્ગેટ કરવા યુદ્ધની નવી પદ્ધતિ
તેમણે કહ્યું, ‘લોકો સૌથી મહત્વપૂર્ણ છે. તેથી યુદ્ધની ચોથી પેઢીના રૂપમાં એક નવો મોરચો ખોલવામાં આવ્યો છે, જેનું ટાર્ગેટ સમાજ છે. તે ઉપરાંત તેમને કહ્યું કે, પાકિસ્તાન, ચીન, મ્યાંમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલ અમારી બોર્ડરની લંબાઈ 15000 કિલોમીટર લાંબી છે. આ જગ્યાએ બોર્ડર મેનેજમેન્ટમાં પોલીસની મોટી ભૂમિકા હોવી જોઈએ.
બોર્ડર મેનેજમેન્ટ પણ સંભાળશે પોલીસ ફોર્સ
તેમને IPS અધિકારીઓને કહ્યું, ભારતની અંદર 32 લાખ વર્ગ કિલોમીટર એરિયામાં કાયદો-વ્યવસ્થાનું મેનેજમેન્ટની જવાબદારી પોલીસ ફોર્સ સંભાળે છે પરંતુ આ રોલમાં વધારો થશે. અમારી 15000 કિલોમીટર લાંબી બોર્ડર પર અલગ-અલગ રીતની સમસ્યાઓ છે. આગળ ચાલીને તમે આ દેશના બોર્ડર મેનેજમેન્ટ માટે પણ જવાબદાર હશો.