મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસે 26 નક્સલીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું કે, જિલ્લાના ગ્યારાપટ્ટીના જંગલોમાં આજે મહારાષ્ટ્ર પોલીસની સી-60 યૂનિટ સાથે અથડામણમાં 26 નક્સલીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. અથડામણમાં ત્રણ જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે.
કેટલાક દિવસ પહેલા અહીંની પોલીસે બે લાખ ઈનામી નક્સલી મંગારૂ માંડવીને પણ ધરપકડ કરી હતી. નક્સલી મંગારૂ પર હત્યા અને પોલીસ પર હુમલો કરવાનો કેસ નોંધાયેલો છે.
MPના બાલાઘાટમાં નક્સલીઓએ બે ગ્રામીણોની હત્યા કરી
મધ્ય પ્રદેશના બાલાઘાટમાં નક્સલીઓએ બે ગ્રામીણોની હત્યા કરી દીધી. માલખેડી ગામમાં બાતમીદારની શંકાના આધારે આ હત્યા કરવામાં આવી હતી. પોલીસે લાંજીના જંગલમાંથી સાત નવેમ્બરે વિસ્ફોટક જપ્ત કર્યા હતા. નક્સલીઓને આશંકા હતી કે ગામવાળાઓએ જ પોલીસને આની સૂચના આપી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા અને એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.