બિહારના મધુબનીમાં પત્રકારની હત્યા પછી સનસની ફેલાઇ ગઈ છે. શુક્રવારે સાંજે એક 22 વર્ષના પત્રકાર અને આરટીઆઈ કાર્યકર્તાનો મૃતદેહ રોડની સાઈડમાં પડેલો મળી આવ્યો હતો. મૃતદેહને સળગાવીને ફેંકી દેવામાં આવ્યો હતો. પત્રકારનું નામ અવિનાશ ઝા હતું જે એક લોકલ ન્યૂઝલ પોર્ટલમાં કામ કરતો હતો. પાછલા દિવસોમાં તેને એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલા ગોટાળાને લઈને પોસ્ટ અપલોડ કરી હતી. તે પછી તે ગાયબ થઈ ગયો હતો.
સ્થાનિક લોકો અનુસાર અવિનાશની રિપોર્ટિંગના કારણે અનેક ક્લિનિક અને ખાનગી હોસ્પિટલો પર કાર્યવાહી થઈ હતી. તેમાંથી અનેક હોસ્પિટલ બંધ થઈ ગયા હતા તો કેટલાકને દંડ ભરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટને રોકવા માટે તેમને ના માત્ર ધમકીઓ મળતી હતી પરંતુ મોટી રકમની પણ ઓફર આપવામાં આવી રહી હતી.
બેનિપટ્ટીમાં લોહિયા ચોક પાસે તેમનું ઘર છે. ઘર પર લાગેલા સીસીટીવી અનુસાર તે અંતિમ વખત મંગળવાર રાત્રે જોવા મળ્યો હતો. રાત્રે નવ વાગ્યાની આસપાસ ઘર પાસેથી મોબાઈલ પર વાત કરતાં નજરે પડી રહ્યાં હતા. સીટીટીવી ફુટેજમાં તે પણ જોવા મળ્યું કે, તેઓ અનેક વખત પોતાની ક્લીનિકમાં ગયા જે ઘરની નજીક જ છે.
મૃતદેહના પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપી દેવામાં આવ્યો. હવે લોકો તે પણ પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે કે, ઘરથી 100 મીટર દૂર પોલીસ સ્ટેશન હોવા છતાં કોઈએ કેવી રીતે તેમનું અપહરણ કરી લીધું અને હત્યા કરી દીધી.