અભિનેતા સોનૂ સૂદની બહેન માલવિકા આગામી વર્ષે થનાર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. જોકે, તેમની બહેન કઈ પાર્ટીની ટીકિટ પર ચૂંટણી લડશે તેને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
કોવિડ મહામારી દરમિયાન સોનૂ સૂદે અનેક લોકની મદદ કરી છે અને તેમની કોશિશોને લઈને દેશની જનતાએ તેમના પેટભરીને વખાણ થયા છે.
આજે ચંદીગઢથી લગભગ 170 કિલોમીટર દૂર મોગામાં પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેમને આ વાતની જાહેરાત કરી છે.
હાલમાં જ સોનૂ સૂદે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી.
આનાથી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. જેમને તેમના પ્રોગ્રામ ‘દેશ કા મેન્ટર’નો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કર્યો હતો.
જોકે, સોનૂ સૂદ હંમેશાથી કહેતા રહ્યાં છે કે તેમને જે પણ કર્યું છે તેનું રાજનીતિ સાથે કંઈ જ લેવા-દેવા નથી.
કેજરીવાલ સાથે બેઠક પછી રાજકીય ગલીઓમાં અફવાઓ તેજ થઈ ગઈ હતી કે કદાચ તેઓ આમ આદમી પાર્ટી તરફથી પંજાબમાં ઉમેદવાર થઈ શકે છે.
તે સમયે સોનૂ સૂદે પત્રકારોને કહ્યું હતુ કે અરવિંદ કેજરીવાલ સાથે કોઈપણ રાજકીય મુદ્દા પર ચર્ચા થઈ નથી.